Tuesday, May 5, 2026

અમદાવાદને મળશે નવું નજરાણું, ગોતામાં બનશે દેશનું સૌથી મોટું લોટસ ગાર્ડન, દરેક રાજ્યના ફૂલો જોવા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક લોટસ પાર્ક (ગાર્લેન્ડ ઓફ ઈન્ડિયા) બનાવવામાં આવશે. ભારતનું સૌથી પહેલું અને મોટું કમળ આકારનું આખું પાર્ક બનાવવામાં આવશે. એક જગ્યાએ જ ભારતના તમામ રાજ્યના ફૂલોને નિહાળી શકશે. દરેક પાંખડી ચોક્કસ રાજ્યના ફૂલનું પ્રદર્શન કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 કરોડના ખર્ચે આ લોટસ પાર્ક બનાવવા માટેના કામને આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે. આખું પાર્ક 50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે ખાતે દેવસીટી પાસે ટી.પી.સ્કીમ.-૨૯ના ફાઈનલ પ્લોટ-૪ ખાતે લોટસપાર્ક ડેવલપ કરવાનુ આયોજન આ વર્ષના બજેટમાં કરવામાં આવ્યુ હતુ.સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પછી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,આ પ્રોજેકટનો આકાર કમળના રુપમાં લેવામાં આવ્યો છે.જયાં દરેક પાંખડી દેશના જુદા જુદા રાજયના ફુલોનુ પ્રદર્શન કરશે.દેશના તમામ રાજયના ફુલની પાંખડી ટેબલેટ રુપમા એક જ સ્થળે પ્રદર્શિત કરવામાં આવશે.પ્રોજેકટ નેટ ઝીરો એનર્જી થીમ ઉપર વિકસાવાશે.લેન્ડ સ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા તથા પાર્કિંગ વ્યવસ્થા સાથે આ પ્રોજેકટ તૈયાર થશે.જે દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોજેકટ હશે.

આ પાર્કમાં ફ્લોરલ મ્યુઝિયમમાં વિશ્વના વિવિધ ભાગોના વિવિધ ફૂલોનું પ્રદર્શન કરશે. ફૂલોની દુકાનમાં ફ્લાવર પ્રોડક્ટ્સ ખરીદી શકશે છે. અહીં ફ્લોરલ વેલનેસનો પણ લાભ લઈ શકશે. આ પ્રોજેક્ટ નેટ ઝીરો એનર્જી કોન્સેપ્ટ પર વિકસાવવામાં આવશે. સિવિલ, ઇલેક્ટ્રિકલ, સ્ટ્રક્ચરલ, MEP, ટેકનોલોજી, આસપાસના લેન્ડસ્કેપ ડેવલપમેન્ટ, જાહેર સુવિધા સુવિધાઓ, પાર્કિંગ વગેરે હશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...