અમદાવાદ : અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પહેલા કોર્પોરેશનના અધિકારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. જેના ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા જે બાદ હવે પોલીસની ટીમ પર પણ હુમલો થયાની ઘટના સામે આવી છે. શાહીબાગ વિસ્તારમાં આવેલી હીરાલાલની ચાલીમાં દેવ દિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગરબા બંધ કરવા ગયેલ પોલીસ ટીમ પર ગરબા ના આયોજક અને ગરબા રમનાર ખેલૈયાઓએ જીવલેણ હુમલો કરતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને 12 લોકોની કરી ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાલાલની ચાલીમાં દેવદિવાળી નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરબાની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધીની આપી હતી. તેમ છતાં ચાલીના લોકોએ વહેલી સવાર સુધી ગરબા શરૂ રાખ્યા હતા, જેથી કોઈ સ્થાનિકે પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા શાહિબાગ પોલીસેની એક ટીમ સ્થળ પર જઈ ગરબા બંધા કરવા માટે પહોંચી હતી. ત્યારે હીરાલાલ ચાલીના લોકોએ પોલીસેને ગરબા બંધ કરવાનો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ કરવાનું શરુ કર્યું હતું. જેમાંથી ટોળું એકઠું થયું અને પોલીસની ટીમ પર ઘાતક હથિયાર સાથે હુમલો કર્યો હતો.જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે.
પોલીસ પર હુમલા કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને 2 મહિલા સહિત 12 લોકો ની ધરપકડ કરી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.