અમદાવાદ : અમદાવાદીઓ અને બહારથી આવતાં લોકો માટે સાબરમતી રિવરફ્રન્ટ હરવાફરવાનું નવું સ્થળ ઊભું થયું છે. હવે પ્રવાસીઓને આકર્ષવા માટે સાબરમતી રિવરફ્રંટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા કેટલીક નવી યોજના તૈયાર કરવામાં આવી છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અટલબ્રિજની સામે અને સરદાર તથા એલિસબ્રિજ વચ્ચે આવેલી 45 હજાર સ્કેવરમીટર જગ્યા રીક્રીએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે ડેવલપ કરાશે.શહેરના આ બે બ્રિજ વચ્ચેની જગ્યાને એન્ટરટેઈન્મેન્ટ હબ તરીકે વિકસિત કરવા કવોલીફાય થનારા બિડરને 30 વર્ષના સમય માટે આ જગ્યા લીઝ ઉપર આપવામાં આવશે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈમેન્ટ હબ ડેવલપ કરવા અંગે 1 જાન્યુઆરી-2024ના દિવસે બિડ ઓપન કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ડીઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટીંગ એન્ડ ફાઈનાન્સ બેઝ આધારીત ઓપરેશન એન્ડ મેઈન્ટેઈનન્સ સાથે રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈન્મેન્ટ હબ બનાવવા બિડર્સ પાસેથી રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટના ઈસ્ટના અંતભાગમાં તેમજ અટલબ્રિજની સામે સરદાર તથા એલિસબ્રિજની વચ્ચે 45,600 સ્કેવરમીટર જગ્યા આવેલી છે.આ જગ્યાને રીક્રીએશન એન્ડ કલ્ચરલ હબ તરીકે વિકસિત કરવા કવાયત શરુ કરવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા આઉટડોર-ઈન્ડોર રોલર કોસ્ટર, સિમ્યુલેટર રાઈડસ, એડવેન્ચર ઝોન, વિવિધ પ્રકારની ગેમ્સ, કીડસઝોન, સ્નોપાર્ક, સોફટપ્લે એરિયા, ટ્રેમ્પોલીન પાર્ક, ફાઉન્ટેઈન શોએટ વગેરે કામના અનુભવી પાસેથી ઓફર મંગાવવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડેવલપ કરવામાં આવનારા રીક્રીએશન એન્ડ કલ્ચરલ હબ ખાતે વિશાળ ફેરીઝ વ્હીલ મુકવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયાની લેવાપાત્ર મંજુરી જે બિડરને જગ્યા ડેવલપ કરવા માટે આપવામાં આવશે તેમણે મેળવવાની રહેશે.સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 11.5 કિલોમીટર લાંબો પ્રોમિનાડ એરિયા વિકસિત કરવામાં આવેલો છે.આ ઉપરાંત રિવરફ્રન્ટ વિસ્તારમાં પાર્કસ,ગાર્ડન વોકવે તથા બાયોડાયવર્સીટી પાર્ક વિકસિત કરવામાં આવ્યા છે.
સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મુલાકાતીઓ માટેના આકર્ષણ કયા-કયા
1. રિવરફ્રન્ટ ખાતે અલગ અલગ જગ્યાએ૬થી 18 મીટર પહોળાઈના વોકવે
2. શહેરના પશ્ચિમ ભાગમાં 1.85 હેકટરમાં ફેલાયેલ ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાર્ક, 6.2 હેકટરમાં શાહીબાગ રિવરફ્રન્ટ પાર્ક
3. એલિસબ્રિજ નજીક 3.85 હેકટર ગાર્ડનમાં ફલાવર ઓફ વેલી, 72થી વધુ પ્રકારના ફુલો
4. આંબેડરબ્રિજ નજીક 9 હેકટરમાં રિવરફ્રન્ટ બાયોડાયવર્સીટી પાર્ક,પાંચ હજારથી પણ વધુ વૃક્ષો
5. ડફનાળા નજીક 0.55 હેકટરમાં રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક
6. એલિસબ્રિજ અને નહેરુબ્રિજની વચ્ચે 1.7 હેકટરમાં બી.જે.અર્બન પાર્ક, 50 વર્ષ જુના 170 થી વધુ વૃક્ષો
7. પ્રથમ વખત સાબરમતી નદીની પૂર્વ તથા પશ્ચિમ બાજુએ મિયાવાંકી પધ્ધતિથી 67 હજારથી વધુ વૃક્ષનું મિયાંવાંકી પધ્ધતિથી વાવેતર