30.8 C
Gujarat
Sunday, July 14, 2024

તમારી સોસાયટીમાં જર્જરીત બાંધકામ અને બહુમતી સભ્યો તૈયાર છે તો રિડેવલપમેન્ટ જરૂરી

Share

સહમતિ કે અસહમતિ એ ગૌણ બાબત હોવી જોઈએ, ટેન્ડર પહેલા હોય કે પછી હોય એ પણ ગૌણ બાબત

અમદાવાદ : છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય, આ ગુજરાતી કહેવતનો અર્થ એ થાય છે કે છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા. આ ગુજરાતી કહેવતને સાર્થક કરતી ગુજરાત હાઉસીંગ બોર્ડની રિડેવલપમેન્ટની કામગીરીને પ્રત્યે લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આશરે 50 થી વધુ નાની-મોટી હાઉસીંગ કોલોનીઓ કે જે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ વર્ષો જુની છે અને રિડવલપમેન્ટની મુખ્ય શરત મુજબ જર્જરીત છે, એમાંય કેટલીક તો સાવ જર્જરીત અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.હાઉસીંગ બોર્ડ દ્વારા મોટેભાગે 75 ટકા સંમતિ જમા કરાવ્યા બાદ ટેન્ડરીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે ત્યારબાદ બિલ્ડર દ્વારા આગળની કામગીરી કરવામાં આવે છે.પરંતુ આ 50 હાઉસીંગ કોલોનીઓ કે જે હાઉસીંગ આંતરિક સર્વે બાદ બહાર આવ્યું છે કે ખૂબ જ જર્જરીત છે, લોકો જીવન જોખમે વસી રહ્યા છે ત્યારે હાઉસીંગ બોર્ડ દ્વારા પોતાની માવતર તરીકેને ફરજ ન ચુકીને સીધા ટેન્ડર કરીને લોકોને રિડેવલમેન્ટમાં લઈ જવાનો પ્રયાસ કરી લોકોના જીવના સુરક્ષાને લઈને વિચારવું…બાબતને લોકો શંકાની દ્વષ્ટિએ જોઈ રહ્યાં છે.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આવી સોસાયટીઓને લેખિત નોટિસ પણ આપવામાં આવી છે અને તેમાં 3 અલગ અલગ વિકલ્પ પણ આપેલ છે તેવું જાણવા મળેલ છે. 1. રિડેવલપમેન્ટ કરાવવું 2. હયાત સભ્યોએ મકાન અને બ્લોક સમારકામ કરી ભયજનકમાંથી રહેવાલાયક બનાવી દેવું 3. સત્તાની રુએ સ્થાનિક અમલીકરણ સંસ્થા કચેરીને જાણ કરી કાયદાકીય કાર્યવાહી આગળ કરવાની તજવીજ લેવામાં આવશે.

તાજેતરમાં જામનગરમાં જર્જરીત ફ્લેટના બ્લોક પડી જવાથી થયેલ જાનહાની જેવી ઘટનાઓને ટાળવા માટે બોર્ડ દ્વારા ઉપકારકારક કાર્યવાહી આગોતરા કરી સમય બચાવ સાથે ભયજનક કોલોનીઓમાં વસતા રહીશોના પરિવારોની સુરક્ષા માટે ટેન્ડરીંગનું પગલું ભરેલ છે. જેમાં કેટલા બિલ્ડર્સ રસ દાખવે છે તેની જાણ થાય તેમજ આવનારા બિલ્ડર્સની હાલમાં ફક્ત ટેકનિકલ ક્ષમતા બીડ ચકાસણી જ કરવામાં આવશે, નાણાંકીય ક્ષમતા બીડ ખોલવામાં આવશે નહિ તેની બંધ બીડ જ રહેશે. જે ટેન્ડર પ્રકાશિત કરતા પહેલાની સોસાયટી લેવલે થતી નિયમ મુજબની સંમતિ કાર્યવાહી કર્યા બાદ જ ખોલવામાં આવશે અને નાણાંકીય બીડમાં યોગ્યતા ધારાધોરણ મુજબ પસંદ થનાર બિલ્ડરને LOA આપવામાં આવશે એવું હાઉસીંગના સુત્રો જણાવી રહ્યાં છે.

હાઉસીંગ આગેવાનોના મત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે જાહેર કરાયેલ અનેક સોસાયટીના ટેન્ડર બાબત ફક્ત એવું જણાવી રહ્યા છે કે સરકારી સંસ્થા દ્વારા જનહિતમાં ઉપરોક્ત ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. સમયના બચાવને લઈને સમગ્ર કામગીરીને ખોટી રીતે વર્ણવી શકાય નહીં.ભયજનક સોસાયટીઓ માટે ગુ.હા.બોર્ડ ની આ ખૂબ સારી પહેલ છે બાકી જે સોસાયટીઓ ભયજનક નથી તેઓ વર્ષોથી રિડેવલોપમેન્ટ કરાવવા મથી રહી છે પણ હજી સુધી તેમના ટેન્ડર પ્રકાશિત થયા નથી. ક્યારેક જ આવા અવસર મળે છે માટે તક નો લાભ લેવો જોઈયે નહિ કે વિરોધ કરવો.

અન્ય એક હાઉસીંગના આગેવાને એક ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે કોઈ અર્ધ પાગલ કે પાગલ કોઈ પણ બાબતે લાઈટના મોટા થાંભલે ચડી જાય છે, પરંતુ તંત્ર એટલે ફાયર બ્રિગેડ, પોલીસ કે અન્ય સરકારી સંસ્થાઓ યેનકેન પ્રકારે આવા અર્ધ પાગલ કે પાગલ વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરતું હોય છે, એમ હાઉસીંગ બોર્ડ દ્વારા કેટલાંક નાસમજ કે સ્વાર્થી લોકોના હિતને સાઈડમાં રાખીને ફકત મોટી સંખ્યામાં રહેલા રહીશોના હિત વિશે વિચારવું જોઈએ, બે-ચાર લોકોના વિરોધની વાતોને અવગણીને ફક્ત આવનાર સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય એ પહેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને રિડેવલપમેન્ટની કાર્યવાહીમાં આગળ વધવું જોઈએ.

અહીં અમો તમોને જણાવી દઈએ કે દરેક અમદાવાદ શહેરમાં જુદી જુદી હાઉસીંગ સોસાયટીએ ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના સભ્યોની હાલની પરિસ્થિતિ અને વિચારસરણી અલગ અલગ હોય છે. બોર્ડ દ્વારા સોસાયટી સોસાયટી દ્વારા અલગ અલગ વિચારસરણી મુજબ અલગ અલગ નિર્ણયો લેવા જોઈએ.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તાજેતરમાં જે ભયજનક લાગતી કોલોનીઓના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જે કેટલાંકને ગમ્યુ હશે, તો કેટલાંકને નહીં ગમ્યુ હોય, પરંતુ હાઉસીંગ બોર્ડ દ્વારા આગામી સમયમાં ફક્ત બહુમતી સભ્યોના જાેખમ અને સંભવિત ભવિષ્યની દુઘટનાઓ કઈ રીતે ટાળી શકાય એ બાબતે જ વિચારવું જાેઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles