Wednesday, January 21, 2026

ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં અમિત શાહની ટકોર, આયુષ્માન વયવંદના કાર્ડ કાઢવામાં ધારાસભ્યોની નબળી કામગીરી

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ભાજપનો નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ ઘાટલોડિયામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભાના ધારાસભ્યોની આયુષ્માન વયવંદના કાર્ડ અંગે નબળી કામગીરી અંગે ટકોર કરી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગાંધીનગર લોકસભા સંસદીય વિસ્તારમાં આવતી અને રાજ્યના મુખ્યમંત્રીના વિધાનસભા મતવિસ્તાર એવા ઘાટલોડિયા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ હાજરી આપી જેમાં હાજર પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને ખાસ ટકોર કરતા કહ્યું કે કેન્દ્ર સરકારની યોજનામાં અને તેની અમલવારીમાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.આયુષ્માન વય વંદના યોજનાને લઈ અમદાવાદના ધારાસભ્યોની નબળી કામગીરી અંગે અમિત શાહે ટકોર કરી. અમદાવાદમાં સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કાર્યકરોને ટકોર કરી. ગાંધીનગર લોકસભામાં આયુષ્માન વય વંદના કાર્ડની કામગીરી ધીમી ચાલતી હોવાનું અમિત શાહે જણાવ્યું.

મહત્વનું છે કે લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ તેમના વચન પત્રમાં 70 કે તેથી વધુ વર્ષના લોકો માટે આયુષ્યમાન યોજના ની જાહેરાત કરી હતી. જેમાં પાંચ લાખ સુધીની મફત સારવારનો વચન આપ્યું હતું અને સરકારનું ગઠન થયા બાદ આ યોજનાની અમલવારી પણ કરાવી હતી જે અંતર્ગત હવે તમામ 70 કે તેથી વધુ વયના લોકોને આ યોજનાનો લાભ મળે તેના માટે નોંધણી કરાવી જરૂરી છે પરંતુ આ કામગીરીમાં ધારાસભ્યો ને નિષ્ક્રિયતાની ખુદ અમિત શાહ દ્વારા નોંધ લેવામાં આવી છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.

ઘાટલોડિયા વિધાનસભા સિવાય તમામ વિધાનસભામાં કામગીરી નબળી છે તેવું તેમણે ટકોર કરી. PM મોદી આયુષ્માન કાર્ડની મહત્વની યોજના લાવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું, આપણી લોકસભામાં 70 વર્ષથી વધુ વયના 1 લાખ 85 હાજર મતદારો છે.

તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ પાસે મતદાર યાદી પહોંચી ચૂકી છે કોઈ 70 વર્ષથી લોકો રહી ન જાય તે જોજો.. ધારાસભ્યો, પદાધિકારીઓને આયુષ્માન વય વંદના કાર્ડ માટે કેમ્પ કરવા પણ સૂચના આપી. અમિત શાહે કહ્યું આજે કાર્ડને લઈ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ મારા ધ્યાન પર મૂકાઈ છે જેનું એક બે દિવસમાં નિવારણ આવી જશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...