અમદાવાદ : અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ રામ લલ્લા મંદિરમાં બિરાજશે. આ ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી અનેક લોકો અયોધ્યા ખાતે પહોંચે તેવી શક્યતા છે. ગુજરાતથી પણ અનેક સંતો મહંતો સહિત ભક્તો મોટી સંખ્યામાં વિવિધ વાહન વ્યવહાર મારફતે અયોધ્યા પહોંચશે. ત્યારે તે લોકો માટે સારા સમાચાર છે.
IndiGo says Jai Shri Ram :
It is the first carrier to operate flights to soon to be inaugurated Marayada Purshottam Shri Ram International Airport in Ayodhya&
Ayodhya is IndiGo’s 86th domestic destination. Flights to start in January 2024 from Delhi and Ahmedabad to… pic.twitter.com/VzhrYDbKpK
— manisha singhal (@manishasinghal) December 13, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતથી પણ અનેક સંતો-મહંતો અને ભક્તો અયોધ્યા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે ત્યારે અમદાવાદના એરપોર્ટથી અયોધ્યા સુધી નોન સ્ટોપ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફ્લાઈટનું સંચાલન 11 જાન્યુઆરીથી થશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.
First flight to Ayodhya Airport
🔴First flight between Delhi & Ayodhya on 6 January.
🔴From 10th January, IndiGo will launch scheduled flights between Delhi & Ayodhya.
Daily operations with Airbus A320 aircraft.
🔴From 11 January, the airline will launch 3X weekly flights… pic.twitter.com/ErDsUfjIlF
— JetArena (@ArenaJet) December 13, 2023
માહિતી અનુસાર આ ડાયરેક્ટ ફ્લાઈટનું સંચાલન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી થશે અને ફ્લાઈટનું ઉતરાણ અયોધ્યાના મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ એરપોર્ટ પર થશે. આ ફ્લાઈટ માટે ભક્તોએ મહત્તમ ભાડું 3999 જ ચૂકવવાનું રહેશે. ફ્લાઈટ ઓછામાં ઓછા 1 કલાક અને 50 મિનિટમાં લોકોને અયોધ્યા પહોંચાડી દેશે.