Saturday, September 26, 2026

અમદાવાદ પહોંચે એ પહેલા 44 લાખના દારુની મોટી હેરાફેરી ઝડપાઇ, કેમિકલ ટેન્કરમાં ભરી દારુનો જથ્થો લવાતો હતો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર રાજ્યમાં થર્ટી ફર્સ્ટને દારુની હેરાફેરીમાં વધારો થયો છે. બોર્ડરના જિલ્લાઓમાં થઈને દારુની મોટા પ્રમાણમાં હેરાફેરી આવા દિવસોમાં થઈ શકવાની સંભાવનાને લઈ ગુજરાત પોલીસ સતર્ક બની છે. આવી જ રીતે બોર્ડરના જિલ્લાઓની પોલીસ દ્વારા પણ દારુનો જથ્થો ઝડપવામાં આવતો હોય છે. આ દરમિયાન સ્ટેટ વિજીલન્સ ટીમે (SMC) દારુનો મોટો જથ્થો પ્રાંતિજ નજીકથી ઝડપી લીધો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ SMCના અધિકારીઓને માહિતી મળી હતી કે અમદાવાદ હિંમતનગર હાઈવે પરના અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાં થઈને દારુનો જથ્થો અમદાવાદ તરફ આવી રહ્યો છે. જેને આધારે પોલીસે 19 ડિસેમ્બરની મોડી રાત્રે અહીં જાળ બિછાવીને ટ્રક ઝડપી લીધો હતો. ટ્રકમાંથી પોલીસને રૂ.44,56,875 ની કિંમતની 11,885 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ ઉપરાંત બે વાહનો, પાંચ મોબાઈલ અને રોકડ રકમ મળીને કુલ રૂ.69,85,075 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

હિંમતનગર તરફથી અમદાવાદ તરફ જઈ રહેલા એક કેમિકલ ટેન્કરને SMCની ટીમના અધિકારીઓએ પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર અટકાવ્યુ હતું. ટીમે ટેન્કરને ખોલવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ સંપૂર્ણ રીતે પેક ટેન્કરને ખોલવા માટે ભારે મહેનત ટીમને કરવી પડી હતી. ટીમ દ્વારા ત્રણેક કલાકની મહેનત કર્યા બાદ ટેન્કરને ઢાંકણું ખોલવામાં સફળતા મળી હતી. જેમાંથી દારુની મોટી સંખ્યામાં દારુની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

રાજસ્થાનના બુટલેગરોએ આ દારુને ગુજરાતમાં ઘુસાડવા માટે આ પ્રકારનો નુસખો અપનાવ્યો હતો, જેને ગુજરાત પોલીસે અસફળ કર્યો હતો. ટેન્કરની આગળ આગળ એક કાર ચાલી રહી હતી અને તે પોલીસથી બચાવ માટે પાયલોટીંગ કરી રહી હતી. પરંતુ વિજીલન્સે કાર અને ટેન્કર બંનેને ઝડપી લીધા છે. કાર અને ટેન્કર ચાલક સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 7 આરોપીઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી છે.

ઝડપાયેલ આરોપી
કૈલાસ S/O નંદલાલજી ભગવાનજી જાટિયા, (ટેન્કર ડ્રાઈવર), ઉંમર 30, રહે: ગામ: ચોકડી, પોસ્ટ: ચોરવાડી, તાલુકો: કપાસણ, જિલ્લો: ચિતોડગઢ, રાજસ્થાન
મહેન્દ્ર ઉર્ફે જેકી S/O મોહનલાલજી ભેરાજી ડાંગી, ઉંમર 30, રહે: ગામ- કરોલી, પોસ્ટ દેલવાડા, તાલુકો. નાથદ્વારા, જિ. રાજસમંદ, રાજસ્થાન (પાયલટ કાર ડ્રાઈવર)
રામલાલ S/O શાંતિલાલ રાગાજી મીણા, ઉંમર.36, રહે: ગામ: ચણાવાડા, તાલુકો: ગીરવા, જિલ્લો: ઉદેપુર, રાજસ્થાન

વોન્ટેડ આરોપી
સુનિલ મોરીલાલ દરજી, રેસી: ગામ: ઘંડોલી, તાલુકો: માવલી, જિ: ઉદયપુર, રાજસ્થાન, (મુખ્ય આરોપી ગેરકાયદેસર દારૂનો સપ્લાયર)
ભરત ડાંગી રેસી: ગામ: રાખીવલ, તાલુકો: માવલી, જિલ્લો: ઉદયપુર, રાજસ્થાન, (મુખ્ય આરોપી ગેરકાયદેસર દારૂનો સપ્લાયર)
મારુતિ સ્વીફ્ટ ડીઝર કાર નં.આરજે-27-સીજી-7776 માલિક.
અશોક લેલન્ડ ટેન્કર ટ્રક નં. આરજે-09-જીબી-0813 માલિક.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...