Saturday, September 26, 2026

AMCનો નવતર પ્રયોગ, અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં રોડ પર લટકતી-પડેલી દોરીનો 30 કિલો જથ્થો એકત્રિત કર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગે નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. CNCD વિભાગની ત્રણેય સિફ્ટની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ ઉપર દોરી અથવા લટકતી દોરી-પતંગ દેખાય તો તેને એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ઉત્તરાયણના દિવસે એક જ દિવસમાં 30 કિલોથી વધુ દોરીનો જથ્થો રોડ ઉપરથી ભેગો કરવામાં આવ્યો હતો.

CNCD વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તરાયણના દિવસે દોરીના કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે. જેને રોકવા માટે ચાલુ વર્ષે CNCD વિભાગની ટીમો દ્વારા રોડ પરથી દોરીના જથ્થાને એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં દરેક ઝોન વાઇઝ ફાળવેલી CNCD વિભાગની ટીમો દ્વારા રોડ ઉપર જ્યાં પણ દોરીના જથ્થા કે લટકતી દોરી જોવા મળે તો તેને એકત્રિત કરી લેવામાં આવતી હતી. રોડ ઉપર ક્યાંય પણ દોરી લટકતી હોય અથવા દોરી રોડ ઉપર હોય તો વાહનમાં આવી જતા અકસ્માતના બનાવો બનતા હોય છે. જેથી નાગરિકોને મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને આ કામગીરી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉત્તરાયણના તહેવારના દિવસે દાન અને ગાયને ઘાસ ખવડાવવાનું પણ મહત્વ હોય છે. જેને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડા ખાતે CNCD વિભાગે એક અલગ પ્રકારનો શેડ ઊભો કર્યો હતો. જે પણ લોકો ગાયને ઘાસ કે અન્ય વસ્તુઓ ખવડાવવી હોય તો તેના માટે એક અલગ જ જગ્યા ઊભી કરવામાં આવી હતી.જ્યાં ઢોરવાડામાં રાખેલી ગાયોને લાવવામાં આવી હતી અને ત્યાં જ લોકો ગાયને ઘાસ, ગોળ, રોટલી વગેરે વસ્તુઓ ખવડાવતા હતા. ઉત્તરાયણના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોરવાડામાં 170 જેટલા લોકોએ મુલાકાત લીધી હતી અને ઢોરવાડામાં રાખેલી ગાયને ઘાસચારો વગેરે ખવડાવી દાન પુણ્ય કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...