36.6 C
Gujarat
Wednesday, May 21, 2025

ગોતા જગતપુર રોડ પર બોલેરો ચાલકે એક્ટિવાને મારી ટક્કર, એક્ટિવા ચાલક મહિલાનું મોત

Share

અમદાવાદ : અમદાવાદમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં શહેરના ગોતા જગતપુર રોડ પર એક કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. જેમાં મહિલા ચાલકનું મોત નિપજ્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થાનિકોએ બોલેરો કારના ચાલકને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં રહેતા મિતા પ્રજાપતિ ઘાટલોડિયાથી તેમની દુકાને ચાંદખેડા જતા હતા. મીતાબેન પતિ અને આઠ વર્ષના દીકરા સાથે એક્ટિવા પર જઈ રહ્યા હતા. ત્યારે ગોતા જગતપુર રોડ પર રવિવારે મોડી સાંજે એક બોલેરો ચાલકે પુરપાટ ઝડપે આવીને એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં મીતાબેન અને તેમના પતિ તથા બાળક એક્ટિવા પરથી નીચે પાડયા હતા. મીતાબેનને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમના પતિ અને દીકરાને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. મીતાબેનનું સારવાર દરમિયાન મોત થયું છે.

આસપાસના લોકોએ બોલેરો ગાડીના ડ્રાઇવર દિલીપ વાઘેલાને ઝડપીને પોલીસને સોંપ્યો છે. બીજી તરફ આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ટ્રાફિક પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles