Saturday, September 26, 2026

ડેન્ટિસ્ટનો વિદ્યાર્થી અભ્યાસ છોડી ચોરીના રવાડે, મિત્રો સાથે મળી 12 બાઇક અને 1 કારની ચોરી કરી

spot_img
Share

અમદાવાદ : સામાન્ય રીતે પૈસાની લાલચ અથવા તો શોર્ટકટ પૈસા કમાવવા અથવા તો મોજશોખ પુરા કરવા માટે અમુક લોકો ચોરીને અંજામ આપતા હોય છે. અત્યાર સુધીના અનેક કિસ્સાઓમાં ચોરીઓ કરવા પાછળનું સામાન્ય કારણ આવું જ કંઈક રહ્યું છે. પરંતુ અમદાવાદ ઝોન-1 એલસીબી ની ટીમ દ્વારા એક ચોર ગેંગને પકડી પાડવામાં આવી છે. આ ચોર ગેંગના ત્રણ સભ્યોની હકીકત જાણી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આ ત્રણ પૈકી બે ચોરોનું ચોરીઓ કરવા પાછળનું કારણ ખૂબ જ અલગ હતું.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં એક ડઝનથી વધુ વાહનોની ચોરી ઝોન-1 કોડના PSI એચ. એચ. જાડેજાની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી. તેમણે ત્રણ યુવકોની એક i20 કાર સાથે ધરપકડ કરી છે. આ કારની તપાસ કરતા સુપ્રીમ કોર્ટના ક્લાર્કની હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય ચોર યુવકની પોલીસે પૂછપકરછ કરતા ચોંકાવનારી અનેક બાબતો સામે આવી હતી.પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ છે કે રાહુલે રેપીડોમાં ડ્રાઇવર તરીકે પોતાનું રજીસ્ટ્રેશન એક દસ્તાવેજી પુરાવા મટે બાદમાં અપલોડ કરવાનું ઓપ્શન પસંદ કર્યું હતું, જેથી તેને રેપીડોમાં બાઈક ચલાવવા માટે પરવાનગી મળી. આ પ્રકારની ગંભીર બાબત પોલીસના જાણે આવતા રેપીડો નોટિસ આપી આ પ્રકારની ચૂક ભવિષ્યમાં ન થાય અને સિસ્ટમમાં સુધારો લાવવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

રાહુલ નામના આરોપીએ દોઢ મહિના સુધી ચોરેલી બાઇકથી રેપિડોમાં ગાડી ચલાવીને 181 જેટલી રાઇડ કરી લીધી હતી. યોગેશ નામનો આરોપી આર્થિક નુકસાન થતા બાઈક ચોરીની પ્રવૃત્તિ જોડાયો હતો. થોડા સમય પહેલા વસ્ત્રાપુર સરકારી વસાહતમાં સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર ચોરી થઈ હતી, જેની તપાસ કરતા એલસીબી પોલીસને 12 બાઈક ચોરી અને 1 કાર ચોરીનો ભેદ ઉકેલાયો.

હાલ તો પોલીસ એ ત્રણે ચોરોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કોઈ વ્યક્તિ ચોરીમાં સામેલ છે કે કેમ અથવા તો અન્ય કોઈ જગ્યા ઉપર થી ચોરીઓ કરી છે કે કેમ તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...