Tuesday, April 28, 2026

અમદાવાદની સોસાયટીઓના ચેરમેન-સેક્રેટરી ચેતી જજો, સોસાયટી બહાર કચરો દેખાશે તો AMC ચાર્જ વસૂલશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદને વધુ સ્વચ્છ શહેર બનાવવા મ્યુનિ.તંત્ર દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે. શહેરમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો જોવા મળે તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવા તથા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ ઉપર કચરો નાંખનારા સામે પણ કાર્યવાહી કરવા AMC કમિશનરે આદેશ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે AMC કમિશનર એમ.થેન્નારસનની અધ્યક્ષતામાં મ્યુનિના વિવિધ વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. AMC કમિશનરે ધુમ્રપાન પ્રતિબંધના અભિયાનને વધુમા વધુ સુધી પહોંચાડવાની સાથે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર કચરો આવતો હોય તો સોસાયટી પાસેથી વહીવટી ચાર્જ વસૂલવા બેઠકમાં અધિકારીઓને આદેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે એક સમયે શહેરમાં અનેક સ્થળે કચરો નાંખવા સિલ્વર ટ્રોલી મુકવામાં આવી હતી. બાદમાં કોર્ટના આદેશ બાદ મોટાભાગના સ્થળેથી સિલ્વર ટ્રોલી AMC તંત્ર દ્વારા ઉપાડી લેવામાં આવીછે. હાલમાં શહેરમાં અંદાજે વીસ જેટલા સ્પોટ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...