Sunday, January 18, 2026

અમદાવાદમાં સબ જુનિયર બોઇઝ તથા ગર્લ્સની વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સહિત દેશભરમાં બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સિટી,ઝોન અને સ્ટેટ લેવલે જુદી-જુદી સ્પર્ધા યોજવામાં આવે છે. ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસો.દ્વારા આયોજીત ચૌથી સબ જુનિયર બોઇઝ અને ગર્લ્સ વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશિપ તા. 5 થી 7 માર્ચ, 2024 દરમ્યાન અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાશે. જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા તથા દિવ, દમણ, દાદરાનગર હવેલીના બોક્સર્સ ભાગ લેશે. બંને ગ્રુપમાં 14 વજન ગ્રુપમાં સ્પર્ધાઓ યોજાશે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી આ સ્પર્ધાઓનું ઉદ્ઘાટન તા.5 માર્ચના રોજ સવારે 11:00 વાગે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર.એસ. નિનામાના વરદહસ્તે થશે.તા.6 માર્ચના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ચીફ કોચ એલ.પી બારિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ્સ એનાયત કરશે. તા.7 માર્ચના રોજ યોજાનાર પૂર્ણાહુતિ સમારંભના મુખ્ય મહેમાન પદે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સેક્રેટરી આઈ.આર.વાળા ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ્સ તથા બેસ્ટ બોક્સર્સ ટ્રોફી એનાયત કરશે.

આ સ્પર્ધાના ડાયરેક્ટર કોમ્પીટીશન તરીકે ગુજરાત સ્ટેટ બોક્સીંગ એસોના મહામંત્રી દિલીપ બ્રહ્મભટ્ટ રહેશે. જ્યારે ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે ગોવાના સેક્રેટરી કુ.દનુષ્કા દ’ગામાની નિમણુંક કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ગુજરાત સ્ટેટ બોક્સિંગ એસો. દ્વારા અગાઉ 2009 તથા 2018 માં સીનિયર ભાઈઓ માટેની વેસ્ટ ઝોન બોક્સિંગ સ્પર્ધા સુરત ખાતે યોજવામાં આવી હતી. ત્યારબાદ માર્ચ 2022 માં સબ જુનિયર બોઇઝ તથા ગર્લ્સ માટેની વેસ્ટ ઝોન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...