Wednesday, April 29, 2026

RTO માં લાઈસન્સનો ટેસ્ટિંગ ટ્રેક શરૂ થતાં અરજદારો માટે હાશકારો, આટલા દિવસના સ્લોટ હાઉસફુલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતભરની RTO કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેનું સર્વર છેલ્લા 15 દિવસથી બંધ હતું. જે 28 માર્ચથી ફરીથી કાર્યરત થતા ડ્રાઇવિંગ ટેસ્ટ માટે આવતા અરજદારોની મુશ્કેલીનો અંત આવ્યો છે. ડ્રાઈવિંગ લાઈસન્સની કાગડોળએ રાહ જોઈ રહેલા અરજદારો માટે હાશકારોઅનુભવ્યો છે. પરંતુ વારો ક્યારે આવશે તે પણ એક ચિંતાનો વિષય છે કારણ કે એપોઈન્ટમેન્ટ મળવાનું ચાલુ થઈજતાં અંદાજ 16 દિવસના સ્લોટ હાઉસફુલ થઈગયા હોવાનું જાણવા મળે છે.

RTO કચેરીના સૂત્રો મુજબ સામાન્ય દિવસોમાં જ્યારે ટેસ્ટ ટ્રેક ચાલુ હોય છે, તે સ્થિતિમાં દરરોજ 350 જેટલી અપોઇમેન્ટ અમદાવાદ પશ્ચિમ RTO કચેરી દ્વારા આપવામાં આવતી હતી. તેવામાં ટેસ્ટ ટ્રેકનું સર્વર બંધ રહેતા અરજદારોનો જમાવડો થઈ રહ્યો છે, તેથી RTO કચેરી દ્વારા દરરોજની 100 જેટલી વધુ અરજી લેવામાં આવશે. આગામી 15 દિવસમાં સંપૂર્ણ ટેસ્ટ ટ્રેકમાં જે પેન્ડીંગ કામ બાકી છે, તે સરભર કરી દેવામાં આવશે. તેમ RTO કચેરીએ બાંહેધરી આપી હતી.

આઠ હજાર અરજદાર વેઇટિંગમાં છે. હવે રોજની 450 એપોઈન્ટમેન્ટ મળેતો તેમનો વારો ક્યારે આવશે તે તેમના માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેટલાક સ્માર્ટ અરજદારોએ રાત્રે બાર વાગ્તાં જ બીજા દિવસના સ્લોટમાં જ્યારે મળે ત્યારની જે તે દિવસની એપોઈન્ટમેન્ટ બુક કરાવી લીધી છે. એપોઈન્ટમેન્ટમાં લાંબુ વેઇટિંગ દેખાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂત્રો મુજબ બુધવારે કેટલાક સમય સુધી પેમેન્ટ પ્રક્રિયા સર્વરની સમસ્યા સર્જાઈ હતી, સાથે કેટલાકને એપ્લિકેશન ખોલવામાં પણ મુશ્કેલી પડી હતી.

જેને તબક્કાવાર પૂર્ણ કરવાની આયોજનબદ્ધ કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. લાંબા ગાળા માટે એપોઈન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવાનાં કારણસર આરટીઓ ખાતે નવી એપોઈન્ટમેન્ટમાં પણ અન્ય કોઈ મુશ્કેલી સર્જાવવાની શક્યતા નહીંવત્‌ છે. આગામી દિવસોમાં રીશેડ્યૂલ સહિતની નવી એપોઈન્ટમેન્ટ તબક્કાવાર તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...