29.8 C
Gujarat
Friday, November 8, 2024

શહેરની SVP હોસ્પિટલમાં આગની મોટી દુર્ઘટના, દર્દીઓને અન્ય સ્થળે ખસેડાયા

Share

અમદાવાદ : કાળઝાળ ગરમીમાં હાલ ચારેબાજુ આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે અમદાવાદની SVP હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓ બહાર આવી ગયા હતા. આગની ઘટના બનતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. હાલ આગને કાબુમાં કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે શહેરની SVP હોસ્પિટલમાં સમી સાંજે આગ ફાટી નીકળી હતી. જાણવા મળી રહ્યું છે કે SVP હોસ્પિટલમાં ત્રીજા માળે આગ લાગી છે. આઈસીયૂ વોર્ડમાં આગની ઘટના બનતા દર્દીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ ઘટનાની માહિતી ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરી લેવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles