Wednesday, September 9, 2026

સિંધુભવન રોડ પર i20 કારને રોકવા જતા કારચાલકે બે પોલીસ જવાનોને ઉડાવ્યા, આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં અકસ્માતોના બનાવો બનતા જાય છે. જેમાં સિંધુભવન રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોય છે. પૂર ઝડપે વાહનો ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાની કાર લઈને પકવાન ચાર રસ્તાથી સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત રાતે 2:00 વાગ્યાના અરસામાં હાલ ચૂંટણીનો સમય હોવાથી સિંધુભવન રોડ પર પણ બેરીકેટ મૂકવામાં આવ્યા છે અને મોડી રાતે વાહન ચેકિંગની કામગીરી ચાલે છે. આ સમયે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી. આ અકસ્માતમાં ભોગ બનનાર પોલીસમાં હિતેશકુમાર અને મોહમ્મદ અનીશ ત્યાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તેમણે i20 કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે કારને બ્રેક મારવાની જગ્યાએ બંનેને ઉડાવતા બંનેને ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર રોકાઈ હતી અને કારચાલક 24 વર્ષેનો જયદીપ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને બંન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખસેડ્યા હતા.

આ સમગ્ર બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.

તમને જણાવી દઈએ કે સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...