Wednesday, February 18, 2026

નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા ભારે ધસારો, બોર્ડને 426 અરજી મળી, મોટાભાગની અંગ્રેજી માધ્યમ માટે

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે નવી ખાનગી સ્કૂલો શરૂ કરવા શિક્ષણ બોર્ડને 426 અરજીઓ મળી છે. આ અરજીઓ ગયા વર્ષ કરતા આ વર્ષે અરજીઓની સંખ્યામાં 69નો વધારો થયો છે. શિક્ષણ બોર્ડને ગયા વર્ષે નવી શાળા શરૂ કરવા માટે 357 અરજીઓ મળી હતી. જયારે આ વર્ષે શિક્ષણ બોર્ડને નવી શાળાઓ શરૂ કરવા માટે મળેલી અરજીઓમાંથી માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે 241 અરજીઓ આવી છે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા માટે 185 અરજીઓ આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ રાજ્યમાં નવી ખાનગી શાળાઓ શરૂ કરવા સંસ્થાઓ પાસેથી અરજીઓ મગાવવામાં આવતી હોય છે. શિક્ષણ બોર્ડ સમક્ષ અરજી આવ્યા બાદ તેને મંજૂર કે નામંજૂર કરવાનો નિર્ણય કારોબારી સમિતિ દ્વારા તપાસ બાદ લેવામાં આવે છે. દર વર્ષે રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટે મોટી સંખ્યામાં અરજીઓ આવે છે.આ વર્ષે પણ રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટે શિક્ષણ બોર્ડને 426 અરજીઓ મળી છે. જેમાંથી અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા માટે સૌથી વધુ એટલે કે લગભગ 60 ટકા અરજીઓ મળી છે. આ વર્ષે રાજ્યમાં નવી શાળાઓ શરૂ કરવા માટેની અરજીઓની સંખ્યામાં વધારો થયો છે.

ચાલુ વર્ષમાં 241 માધ્યમિક શાળાઓ અને 185 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી કુલ 426 શાળાઓ શરૂ કરવા અરજીઓ આવી છે. જે પૈકી મોટાભાગની એટલે કે લગભગ 60 ટકા જેટલી અરજીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવા માટે મળી છે.ગત વર્ષે બોર્ડને નવી શાળા શરૂ કરવા માટે 357 અરજીઓ મળી હતી. આમ 69 અરજીઓનો વધારો થયો છે. જો છેલ્લા ચાર વર્ષની અરજીઓની સરખામણી કરીએ તો આ વખતે છેલ્લા ચાર વર્ષની સરખામણીમાં વધુ અરજીઓ આવી છે. અગાઉ 2020 માં, શિક્ષણ બોર્ડને નવી શાળાઓ શરૂ કરવા માટે 592 અરજીઓ મળી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં નવી શાળા શરૂ કરવા આવેલી અરજી

વર્ષ         માધ્યમિક ઉ. માધ્યમિક કુલ

2020      345       247          592

2021      167       120          287

2022      208       141          349

2023      234       123          357

2024      241       185          426

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...