Wednesday, April 29, 2026

અમદાવાદની આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પરિણામ સાથે LC આપી દેતા વાલીઓએ કર્યો હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના શાહીબાગમાં આવેલ રાજસ્થાન હિન્દી સ્કૂલમાં એડ્મિશન મામલે હોબાળો મચ્યો છે. જેમાં ધો.8 માં પાસ થયેલા વિદ્યાર્થીઓને પરિણામ સાથે LC આપી દેવામાં આવતા અને ધો.9 માં એડમિશન આપવાનો ઈન્કાર કરાતા વાલીઓ રોષે ભરાયા છે.આ અંગે અમદાવાદ શહેર DEOને જાણ થતાં DEO દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં શાહીબાગમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં ધોરણ 8 પાસ કરીને ધોરણ 9માં આવેલા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું નથી. હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરિણામના દિવસે LC આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શરૂઆતથી હિન્દી માધ્યમમાં ભણ્યા છે, પરંતુ હવે વિદ્યાર્થીઓ એડમિશન માટે પહોંચ્યા ત્યારે તેમને ઇંગ્લિશ માધ્યમમાં એડમિશન લેવા જણાવ્યું હતું. સ્કૂલ દ્વારા હિન્દી માધ્યમ બંધ કરવામાં આવતું હોવાથી વાલીઓને કોઈ નોટિસ આપ્યા વિના એડમિશન આપવામાં આવ્યું નથી.

વાલીઓએ શાહીબાગ સ્થિત રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલમાં હોબાળો મચાવ્યો હતો. વાલીઓનું કહેવું છે કે સ્કૂલમાં શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં એડમિશન લેવા સુચના અપાઈ છે.તે સિવાય વિદ્યાર્થીઓને હિન્દીને બદલે ઈગ્લિશ માધ્યમમાં એડમિશન લેવા જણાવાયું છે. જેને કારણે 56 વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે.

ધો.8માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ધો.9માં લેવાનો સ્કૂલે ઈન્કાર કર્યો હતો. જેને કારણે સ્કૂલ બંધ કરી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...