Thursday, April 30, 2026

અમદાવાદમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સાબરમતી રિવરફ્રન્ટ, જાણો AMCને કેટલી થઇ આવક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સાબરમતી રિવરફ્રન્ટ બન્યુ છે. જેમાં AMC માટે કમાઉ દીકરો સાબરમતી રિવરફ્રન્ટ સાબિત થયો છે. તેમાં રિવરફ્રન્ટનો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે ઓગસ્ટ-2022થી અત્યારસુધી AMCને રૂપિયા 15 કરોડથી વધુની કમાણી થઇ છે.જે પૈકી આજદિન સુધીમાં અટલબ્રિજની કુલ આવક રૂ. 10.51 કરોડથી વધુ થઈ છે અને કુલ 37.45 લાખથી વધુ મુલાકાતીઓએ અટલબ્રિજની મુલાકાત લીધી હતી.

AMC દ્વારા રિવરફ્રન્ટને વિઝિટર સ્પોટ બનાવવાની નેમ સાથે નવા નવાં આકર્ષણો ઉમેરવામાં આવે છે.70 કરોડના ખર્ચે બનેલો અટલબ્રિજ શહેરીજનો અને બહારગામથી આવારનાર મુલાકાતીઓ, સહેલાણીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. એપ્રિલ-23થી માર્ચ-24 સુધી 26 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે .અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટને ખાસ વિઝીટર જગ્યા બનાવવામાં આવી છે. રિવરફ્રન્ટ શહેરનું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અટલ બ્રિજ, ફ્લાવર પાર્કમાં આવી રહ્યા છે. બ્રિજ નિર્માણ થયો ત્યારથી એટલે કે ઓગસ્ટ 2022થી અત્યાર સુધી 55 લાખ કરતાં વધુ લોકોએ મુલાકાત કરતા કોર્પોરેશનને રૂપિયા 15 કરોડ કરતાં વધુની આવક થઈ છે.

રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કની મુલાકાતીઓની સંખ્યા 17,997 થઈ છે. જેનાથી કુલ આવક રૂ. 3.37 લાખ થઈ છે. જ્યારે અટલબ્રિજ અને ફ્લાવર પાર્ક કોમ્બો-બંન્નેની મુલાકાત લેવા બદલ સંયુક્ત આવક રૂ. 4.77 કરોડથી વધુ થઈ છે. તેમજ અટલબ્રિજ અને ફ્લાવર પાર્કની કોમ્બો મુલાકાત લેનારની સંખ્યા 1.29 લાખ થઇ છે. વિદેશથી આવતા લોકો અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકો પણ ખાસ બંને જગ્યાની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સારી એવી આવક અત્યારે ઊભી થઈ રહી છે.

મુલાકાતીઓની વાત કરીએ તો, 31 ઓગસ્ટ 2022 થી માર્ચ 2023 દરમિયાન 21,62,262 લોકોએ મુલાકાત લીધી છે. જ્યારે એપ્રિલ 2023 થી માર્ચ 2024 દરમિયાન 26, 89,727 લોકોએ મુલાકાત લેતા અત્યાર સુધી કુલ 50,36,913 લોકોએ મુલાકાત લીધી છે. અને તેના કારણે રૂ.15,27,40760 ની આવક પ્રાપ્ત થઈ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...