Thursday, April 30, 2026

અમદાવાદમાં BRTS બસના ડ્રાઇવરની દાદાગીરી આવી સામે, પેસેન્જરોનો અધવચ્ચે ઉતારી દેતા હોબાળો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર BRTS બસના ડ્રાઈવરોની દાદાગીરીના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. પેસેન્જરોએ ભેગા મળી હલ્લાબોલ કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ફરી એક વાર BRTS ના ડ્રાઈવર દ્વારા દાદાગીરીની સામે આવી છે. છેલ્લા બે દિવસથી રાત્રે 8 વાગ્યે RTO સર્કલથી ઉપડતી 12 નંબરની બસને ડ્રાઈવર દ્વારા અંજલી ચાર રસ્તા અથવા તો દાણીલીમડાની આસપાસ જ્યારે પહોંચે ત્યારે કોઇ કારણોસર બસ બગડી ગઈ છે અથવા બંધ પડી ગઈ છે તેમ કહીને પેસેન્જરને ઉતારી દેવામાં આવે છે. છેલ્લા બે દિવસથી આ રીતે પેસેન્જર હેરાન થતાં આજે રાત્રે પેસેન્જરોએ અંજલી ચાર રસ્તા પાસે બસ ઉભી રાખતા હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરો સાથે ગેરવર્તણક કરવામાં આવી છે. શરૂઆતમાં મુસાફરોને બસ બગડી ગઈ તેવું કહીને નીચે ઊતરાયા હતા. ખાસ કરીને મહિલાઓ પણ આ બસમાં હોય છે તેમ છતાં પણ ડ્રાઇવરોની દાદાગીરીના કારણે લોકોને હેરાન પરેશાન થવું પડે છે.આ ઘટના સતત 5 થી 6 દિવસથી થતી હોવાનું મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

પરંતુ આજરોજ મુસાફરો બસમાંથી નહીં ઉતારતા તેમના જીવને જોખમમાં મૂક્યો હતો. તે ઉપરાંત જ્યારે બસના મુસાફરો દ્વાર સવાલો કરવામાં આવ્યા ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, ઈલેક્ટ્રિક બસ હોવાથી બસને ભારે લોડ પડી રહ્યો છે. BRTS નંબર 12 ના ડ્રાઈવર દ્વારા મુસાફરોને બસમાં બેસી બસનો દરવાજો ખુલ્લો રાખીને બસ ચલાવી હતી. ત્યારે આ મામલે મુસાફરો દ્વારા BRTS બસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...