Thursday, April 30, 2026

નવા વાડજમાં ગાંઠિયાના વેપારીના પુત્રના ધોરણ 12 સાયન્સમાં આવ્યા 94%, ડોકટર બનવાનું છે સ્વપ્ન

spot_img
Share

અમદાવાદ: આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં નવા વાડજમાં ગાઠીયાના વેપારીના પુત્ર યોગીરાજ કાચાએ સતત વાંચન કરી ધોરણ 12 સાયન્સમાં સફળતા મેળવી છે. 94 ટકા અને 98 પર્સેન્ટાઇલ છે. જ્યારે ગુજકેટમાં 95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. યોગીરાજે ધોરણ 12માં ધાર્યું પરિણામ મેળવ્યું છે અને હવે તે મેડિકલ લાઈનમાં આગળ વધી ડોકટર બનવાનું સ્વપ્ન સેવી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયું છે, ધોરણ 12 સાયન્સના પરિણામમાં નવા વાડજ વિસ્તારમાં રહેતા યોગીરાજ કાચાએ ધોરણ 12 સાયન્સમાં 94 ટકા અને 98 પર્સેન્ટાઇલ છે. જ્યારે ગુજકેટમાં 95 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. યોગીરાજ કાચાના પિતા અતુલભાઈ અને કાકા જયેશભાઇ નવા વાડજમાં ભીમજીપુરા વિસ્તારમાં ગાંઠીયા ફરસાણની દુકાન ચલાવે છે. કાકા જયેશભાઇ જણાવે છે કે આ પરિણામ મેળવવા યોગીરાજે તનતોડ મહેનત કરી છે. આ પરિણામ ઉત્કૃષ્ટ આવતા પરિવારમાં અને સ્નેહીજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ખાસ કરીને માવતર ગળગળા થઈ ગયા હતા.

યોગીરાજ કાચા જણાવે છે કે, પિતાએ ગાંઠિયાની દુકાન પર એટલી મહેનત કરી છે અને મને ભણાવવામાં પણ મહેનત કરી છે. જેથી હવે હું મેડિકલ લાઈનમાં આગળ વધી ડોકટર બની પિતાને હવે આરામ આપવા ઈચ્છું છું. ધોરણ 12 સાયન્સમાં આ પરિણામ મેળવવા રોજ આઠથી દસ કલાક વાંચન કરતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...