Wednesday, September 23, 2026

અમદાવાદના આ વિસ્તારમાં 65 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટને હાઈકોર્ટની મંજૂરી

spot_img
Share

અમદાવાદ: શહેરનાં ઉસ્માનપુરા વિસ્તારમાં સાબરમતી રિવરફ્રંટ પર આવેલ 65 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટને ગુજરાત હાઈકોર્ટે મંજૂરી આપી દેતા તેનો વિરોધ કરી રહેલા ચાર સભ્યોને બે મહિનામાં પોતાના ફ્લેટ ખાલી કરી દેવા માટે આદેશ કર્યો છે.આ સોસાયટીના મોટાભાગના સભ્યો રિડેવલપમેન્ટની તરફેણમાં હતા, પરંતુ સોસાયટીમાં ચાર મેમ્બર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા મામલો ઘોંચમાં પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલી નિર્મલકુંજ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી 2001માં આવેલા ભૂકંપ વખતે ખાસ્સી ડેમેજ થઈ હતી અને હાલ તે સાવ જર્જરિત અવસ્થામાં આવી ચૂકી છે. ભૂકંપ બાદ આ સોસાયટીનું ગુજરાત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલા ભૂકંપ રાહત ફંડ હેઠળ સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જોકે, 2008થી કોર્પોરેશન દ્વારા આ સોસાયટીના ત્રણ બ્લોક્સને રિપેર કરાવવા માટે સૂચના આપવામાં આવી રહી છે, અને તેના માટે બે વાર સોસાયટીને નોટિસ પણ ઈશ્યૂ કરવામાં આવી છે. આ સોસાયટીના કુલ 18 મેમ્બર્સ દ્વારા રિડેવલપમેન્ટની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી, પરંતુ ચાર મેમ્બર્સ દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા આ મેટર કોર્ટમાં પહોંચી હતી.

રિડેવલપમેન્ટની તરફેણમાં રહેલા મેમ્બર્સ દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી પિટિશનમાં ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ્સ એક્ટની જોગવાઈઓ હેઠળ સોસાયટીનું રિડેવલપમેન્ટ કરવા માગ કરવામાં આવી હતી. જેમાં એવો દાવો પણ કરાયો હતો કે સોસાયટી 25 વર્ષથી ખૂબ જ જૂની છે અને સોસાયટીના 75 ટકા મેમ્બર્સ રિડેવલપમેન્ટની તરફેણમાં હોવાથી નિયમ અનુસાર તેનું રિડેવલપમેન્ટ થઈ શકે છે. કોર્ટમાં સોસાયટીએ એવી રજૂઆત પણ કરી હતી કે હાલ તેનું રિપેરિંગ કરી શકાય તેવી કોઈ શક્યતા નથી અને જો તેનું સમારકામ કરવું હોય તો તે પાયાથી કરવું પડે તેમ છે. તો બીજી તરફ રિડેવલપમેન્ટનો વિરોધ કરી રહેલા સભ્યોએ એવો આક્ષેપ કર્યો હતો કે સોસાયટીના અમુક સભ્યો અને બિલ્ડર ભેગા મળીને કાવાદાવા કરી રહ્યા છે, જેમાં કેટલાક મેમ્બર્સનું નાણાંકીય હિત સચવાઈ રહ્યું છે.

રિડેવલપમેન્ટના વિરોધમાં રહેલા મેમ્બર્સે સમગ્ર પ્રક્રિયાની પારદર્શકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, હાઈકોર્ટે તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિરોધ અને વાંધાને ફગાવી દઈને પોતાના ફ્લેટ ખાલી કરી આઠ સપ્તાહમાં તેનું પઝેશન સોંપી દેવા માટે આદેશ કર્યો હતો. રિવરફ્રંટને અડીને આવેલી નિર્મલકુંજ સોસાયટી સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવે છે, જેના રિડેવલપમેન્ટ માટે 2018થી જ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ સોસાયટી હાલ એવી સ્થિતિમાં છે કે તેનો સી બ્લોક એક તરફથી નમી રહ્યો છે. ફેબ્રુઆરી 2019માં સ્ટ્રક્ચર એન્જિનિયર્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે લીકેજને કારણે સોસાયટીના કેટલાક બ્લોકના ફાઉન્ડેશન નબળા પડી ગયા છે.

અમદાવાદની અનેક જૂની સોસાયટીના હાલ રિડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પરંતુ તેમાં કેટલીક સોસાયટીના અમુક સભ્યો રિડેવલપમેન્ટની પ્રોસેસથી સંતુષ્ટ ના હોવાથી તેમજ બીજા કારણોસર તેનો વિરોધ કરી રહ્યા છે, જેના કારણે સોસાયટીના રિડેવલપમેન્ટનું કામકાજ ખોરંભે ચઢવાની સાથે આવા કેસ કોર્ટમાં પણ પહોંચતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...