Friday, September 25, 2026

અમદાવાદમાં ફરી બેફામ બની AMTS, એક સાથે આઠ વાહનના ભુક્કા બોલાવી દીધા, 5 લોકો ઘાયલ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે. શહેરના જોધપુર ચાર રસ્તા પર AMTS બસ ચાલકે ટક્કર મારતા 8 જેટલા વાહનો એકબીજા સાથે અથડાયા હતા. એક સાથે આઠ વાહનો એકબીજા સાથે અથડાતા વાહનોને ભારે નુકશાન થયું છે, જયારે આ અકસ્માતમાં ચારથી પાંચ લોકોને ઈજાઓ પહોંચી છે. AMTS બસની ટક્કરથી આ અકસ્માત સર્જાયો હતો.આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જોધપુર ચાર રસ્તા પાસે સેટેલાઇટ સ્ટાર બઝાર સિગ્નલ લાઈટ ઉપર રેડ લાઈટમાં ઉભેલ અને સિગ્નલ ચાલુ થતા બસ ની આગળની કાર આર્ટિગા રીક્ષા અને અન્ય વ્હીકલ પડેલ જેમાં સૌથી આગળના વ્હીકલને આકસ્મિક બ્રેક મારવાથી તેની પાછળના વ્હીકલ લાઈનબંધ અથડાઈ ગયેલ જેમાં AOT.10 ની બ્રેક સ્લિપ થઈ જવાથી આગળના વાહનો આશરે ચાર-પાંચ ફૂટ ઢસડાવાથી આગળની કારને નુકશાન થયેલ અને અંદર કારમાં બેસેલ ત્રણ વ્યકિતને ઇજા થવાથી 108 મારફતે સારવાર અર્થે લઈ ગયેલ છે તેમજ ઉશ્કેરાયેલા પબ્લિકે ડ્રાયવરને માર મારેલ છે બસ હાલ પોલીસ સ્ટેશનમાં જમા લીધેલ છે.

151 હાટકેશ્વર ઘૂમા જતી AMTS બસ હોવાનું પ્રાથમિક માહિતીમાં બહાર આવ્યું છે.અકસ્માત અંગેની જાણ થતાં એમબ્યુલેન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે પોલીસે સ્થળ પર પહોંચી AMTSના ડ્રાઈવરની અટકાયત કરી તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...