Tuesday, January 20, 2026

અમદાવાદના હોમગાર્ડ જવાનની હેવા’નિયત’, મદદના બહાને રાજસ્થાનની યુવતીને હોટલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

spot_img
Share

અમદાવાદ : રાજસ્થાનના ઉદેપુરની યુવતી અમદાવાદ ફરવા આવી હતી. ગીતા મંદિર ખાતે બસ ન મળતા તે રિક્ષામાં બેસીને નોબલ નગર ખાતે આવી પહોંચી હતી આ સમયે રાતે મોડું થઇ ગયું હતું, જ્યાં મદદ કરવાના બહાને હોમગાર્ડ જવાને તેને નાના ચિલોડા પાસે હોટલમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે યુવતીએ હોમગાર્ડ જવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોધાવતા નરોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી 24 વર્ષીય યુવતી 11મી મેના રોજ અમદાવાદમાં ફરવા આવી હતી અને 12મી મેના રોજ અમદાવાદ પહોંચ્યા તે રિવરફ્રન્ટ, વૈષ્ણોદેવી મંદિર, ગાંધી આશ્રમ અને કાંકરિયા જેવી અલગ અલગ જગ્યાઓ પર ફરી હતી. રાત્રે 10 વાગ્યા આસપાસ રાજસ્થાન પરત જવા માટે ગીતામંદિર એસટી સ્ટેન્ડ પહોંચી હતી, જ્યાં જમવા જતા ઉદેપુર ખાતે જતી બસ નીકળી ગઈ હતી. આસપાસના લોકોએ તેને ચિલોડાથી ઉદેપુરની બસ મળી જશે તેવું કહેતા તે રિક્ષામાં બેસીને ચિલોડા બાજુ પહોંચી હતી. જ્યાં હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડનો પોઇન્ટ હતો અને હોમગાર્ડ જવાન વર્ધીમાં હોય રાતનો સમય હોય યુવતીએ તેના પર વિશ્વાસ કરી મદદ માગી હતી.

આરોપી હોમગાર્ડ જવાન અક્ષય રાઠોડ નરોડા વિસ્તારનો રહેવાસી છે.. પરિણીત અને દોઢ માસના બાળકનો પિતા છે.. 4 વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતો હતો..જ્યારે એક વર્ષથી હોમગાર્ડ તરીકે નોકરી કરે છે.. અક્ષય રાઠોડનો રાત્રે બંદોબસ્તનો પોઇન્ટ નોબલ નગર હતો.. જ્યારે યુવતી રાજસ્થાનની રહેવાસી છે અને અભ્યાસ કરે છે.. આ યુવતીની ટ્રાવેલ્સ છૂટી જતા આરોપી પોતાની બાઈક પર યુવતીને નાના ચિલોડા લઈ ગયો હતો પરંતુ ત્યાં પણ ટ્રાવેલ્સ નહિ મળતા યુવતીએ હોટલમાં રોકાવવાનું નક્કી કર્યું..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...