Thursday, April 30, 2026

અમદાવાદમાં AMCના પ્લોટ અને જાહેર રોડ પર ગંદકી કરતા AMCના 3 કોન્ટ્રાક્ટરને લાખો રૂપિયાનો દંડ કરાયો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં જાહેર રોડ ઉપર કચરો નાખી ગંદકી કરતા નાગરિકો અને ધંધાકીય એકમો સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ રોડ અને અન્ય કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો દ્વારા AMC પ્લોટ અને જાહેર રોડ ઉપર કચરો મૂકી રાખી ગંદકી કરવામાં આવતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જોધપુર વોર્ડમાં AMCના ઈજનેર વિભાગના કોન્ટ્રાકટરો દ્વારા તેઓની કામગીરી દરમિયાન નીકળતા કચરા કે વેસ્ટનો નિકાલ નિયત સ્થળે ન કરતાં મ્યુ.પ્લોટ અને રોડ પર ગંદકી કરતા કાર્યવાહી કરાઇ છે. ઈજનેર(પ્રોજેકટ) વિભાગના અને વ્હાઈટ ટોપિંગ રોડ બનાવનાર કોન્ટ્રાકટર બી.આર.ગોયલ દ્વારા રાહુલ ટાવર ચાર રસ્તાથી ઓમ ટાવર, અશ્વમેઘ ચાર રસ્તાથી ઓમકારેશ્વર મંદિર સુધીના રોડની કામગીરી દરમિયાન માટી પુરણી, રોડાં વગેરેનો નીકળેલ વેસ્ટ AMC પ્લોટમાં નાખતા 5 લાખનો દંડ ફટકારવા અંગેની નોટીસ આપવામાં આવી છે.

સરખેજ વોર્ડમાં કોન્ટ્રાક્ટર નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને પાંચા તળાવની સામેના ખુલ્લા AMC પ્લોટમાં કામગીરી દરમિયાન માટી પુરણી, રોડાં વગેરેનો નીકળેલો વેસ્ટ નાંખી ગંદકી કરતાં માલુમ પડતાં 2 લાખનો દંડ વસુલવા નોટીસ આપવામાં આવી છે. જ્યારે મકતમપુરા વોર્ડમાં કોન્ટ્રાકટર યુગ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને મકતમપુરા વિસ્તારમાં આવેલ ટી.પી.85 રોડની ફુટપાથ અને કવિંગના કામના નીકળેલ વેસ્ટનો નિકાલ ન કરી મુકી રાખી ગંદકી કરતાં 1 લાખની પેનેલ્ટી વસુલવા નોટીસ આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...