Monday, September 21, 2026

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ફરી બદનામ, લાંચ કેસમાં ACB એ PCR વાન કોન્સ્ટેબલ સહિત અન્યો સામે ગુનો નોંધ્યો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PCR વાન-7ના પોલીસ કોન્સ્ટેબલ જયદીપ આચાર્ય અને હોમગાર્ડ કિરણ પરમાર તેમજ તેમના સાથી ભૂષણ પાટીલ સામે રૂ.3500ની રકમની લાંચના કેસમાં ગુનો નોંધ્યો છે.રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશનની સામે જ એક કારે ફરિયાદીના વાહનને ટક્કર મારી હતી. ત્યાર બાદ PCR વાન-7 આવી પહોંચી હતી અને આરોપી પોલીસ જયદીપ અને કિરણે વિવાદનો ઉકેલ લાવી દીધો હતો. ફરિયાદીને પતાવટમાં રૂ. 9500 મળ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રવિવારે રાત્રે વસ્ત્રાપુર ફાયર સ્ટેશન સામે ફરિયાદીનું વાહન એક કાર સાથે અથડાયું હતું. ત્યારબાદ PCR વાન-7 આવી અને આરોપી પોલીસ જયદિપ અને કિરણે વિવાદનું સમાધાન કર્યું. જેમાં કારચાલક પાસેથી સમાધાન પેટે એક્ટિવા ચાલકને 9500 રૂપિયા આપ્યા હતા. સમાધાન કરાવ્યા બાદ ફોન કરીને એક્ટિવા ચાલક પાસેથી બે પોલીસકર્મીઓએ 3500 રૂપિયાની લાંચ માગી હતી. આ લાંચની રકમ પોલીસકર્મી વતી અન્ય એક વ્યક્તિ લઈ રહ્યો હતો. જેને ACBએ ઝડપી પાડ્યો હતો તથા એક હોમગાર્ડ જવાનની પણ ACBએ ધરપકડ કરી છે. જ્યારે એક પોલીસકર્મી ફરાર છે.

સમગ્ર કેસમાં ફરિયાદી લાંચ આપવા તૈયાર ન હોવાથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવ્યું હતું. કામગીરી દરમિયાન આરોપી કિરણ પરમારે ફરિયાદીને લાંચની રકમ ચાંદખેડામાં પટેલ કાર એસેસરીની દુકાનમાં મુકી જવા સૂચના આપી હતી. જોકે, ACB અધિકારીઓએ સાથી ભૂષણને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે પકડી પાડ્યો હતો. આરોપી હોમગાર્ડ કિરણની પણ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કોન્સ્ટેબલ જયદિપ આચાર્ય ફરાર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...