Friday, September 25, 2026

અમદાવાદીઓને રાહત, 24 કલાકમાં AMC એ લીધો યુ ટર્ન, રેડમાંથી કર્યુ ઓરેન્જ એલર્ટ

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી છે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. આ દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 24 કલાકમાં જ યુ ટર્ન લીધો છે. હવામાનને લઈ આપવામાં આવેલા રેડ એલર્ટને (red alert) ઓરેન્જ એલર્ટમાં (orange alert) ફેરવી દીધું છે.

હવામાન વિભાગે આપેલ ઓરેન્જ એલર્ટ હવે AMC એ માન્યું છે. વધુમાં વધુ 45 ડિગ્રી તાપમાનની આગાહી કરી હતી.AMC અને હવામાન વિભાગ વચ્ચે સંકલન વગર જ જાહેર રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. સોમવારે AMCને મળેલા રિપોર્ટમાં રેડ એલર્ટનો રિપોર્ટ મળ્યો હતો, જે રિપોર્ટ મળ્યો હતો તેમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી જેટલું હતું. હવે શહેરમાં પાંચ દિવસ ઓરેન્જ એલર્ટ રહેશે. ગઈકાલના રિપોર્ટ અનુસાર તાપમાન 45 ડિગ્રી રહેવાનો રિપોર્ટ મળ્યો હતો અને કલર ઓરેન્જમાં આ ડિકોડ કરવામાં આવ્યું હતું. AMC દ્વારા 45 ડિગ્રી રિપોર્ટ કર્યો તે હવામાન વિભાગના રિપોર્ટ આધારીત હતો.

દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે દિલ્લીમાં ગરમીએ છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો. દિલ્લીના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચીગયો છે. દિલ્લી એનસીઆરમાં હાલમાં પ્રચંડ ગરમીને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધુ છે. રવિવારે દિલ્લીના નજફગઢમાં 47.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.

દિલ્લીના બાકીના વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. આવનારા સાત દિવસો માટે ગરમ પવન ફુંકાતો રહે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે. હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આવનારા ત્રણ દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ સંકેત નથી.. બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો અને બિહારમાં પણ હવામાન વિભાગે ગરમી અને લૂ માટે એલર્ટ જાહેર કરી દીધુ છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...