Monday, January 19, 2026

અમદાવાદમાં AMTS બસે વઘુ એકનો ભોગ લીધો, સાઈકલ પર જતી ઘો.9ની વિધાર્થીનીને ટક્કર મારતા મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS બસે વધુ એકનો ભોગ લીધો છે. મણિનગરમાં જવાહરચોક વિસ્તારમાં AMTSની બસે સાઈકલ લઈને જતી એક વિધાર્થીનીને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે મૃતકના પરિવારજનો બનાવના સ્થળે પહોંચતા જ કરુણ દૃશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે AMTS ના ચાલક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સગીરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના રામબાગની જીવકોરબા સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થિની ટ્યુશનમાં સાઈકલ લઈને જઈ રહ્યી હતી. તે સમયે મણિનગરના જવાહર ચોક ભૈરવનાથ માર્ગ પર પૂરપાટ ઝડપે જતી AMTSની બસે તેને અડફેટે લીધી હતી. જેમાં બસનું આગલું ટાયર તેના પર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ઘટના અંગેની ટ્યુશન કલાસીસમાં જાણ થતા શિક્ષક સહિત અનેક સાથી વિદ્યાર્થીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. આ સાથે જ પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતા, જ્યાં કરુણ દૃશ્યો સર્જાયા હતાં. બીજી તરફ આ બનાવની જાણ થતા ટ્રાફિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. વિદ્યાથીનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. AMTS બસ ચાલકની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદના નાગરિકોને જાહેર પરિવહનની સેવા પૂરી પાડતી એવી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) બસ હવે અમદાવાદ મોત ટ્રાન્સપોર્ટ સર્વિસ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે. AMTS બસના ડ્રાઇવરો દ્વારા દર બે દિવસે એક અકસ્માત કરવામાં આવે છે અને દર મહિને એક વ્યક્તિ અકસ્માતને કારણે મૃત્યુ પામે છે.

અમદાવાદમાં AMTS અને BRTS બસ ચાલકો દ્વારા સતત અકસ્માતોને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પરંતુ ચાલકો સુધારવાનું નામ લેતા નથી.હાલ તો તંત્ર દ્વારા ટ્રેનીંગ આપ્યા પછી ડ્રાઇવરોને કામ પર રાખી રહ્યા હોવાનું જણાવે છે પરંતુ AMTS બસથી અકસ્માતો અને મૃત્યુની ઘટનાઓ વધી રહી છે. બસના ડ્રાઈવરો અને ટ્રેનિંગ આપવાની વાત હતી, પરંતુ માત્ર દેખાડા ખાતર ટ્રેનિંગ થતી હોય એવું સ્પષ્ટ જણાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...