Friday, September 25, 2026

અમદાવાદના આ વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડીને દારૂનું કટિંગ ઝડપી પાડ્યું, 2 આરોપીઓ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી ફરી એક વાર દારૂનું કટિંગ ઝડપાયું છે.ક્રાઈમબ્રાંચે લાખોના દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. શહેરના વચ્ચોવચ આવેલા ભરચક વિસ્તારમાં દારૂનું કટીંગ અને સ્ટોક મળી આવ્યા છે. PCBએ તાજેતરમાં કાલુપર જેવા ભરચક વિસ્તારમાં દારૂની ગાડી પકડાઈ જેમાં લકઝરી કારનો ઉપયોગ થયો ત્યારે હવે શાહપૂર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે દરોડા કરીને સ્થાનિક પોલીસની બુટલેગર માટેની નિષ્ક્રિયતા સાબિત કરી દીધી છે. અમદાવાદના શાહપુરમાં હવે 3,325 બોટલ પકડાતા સ્થાનિક પોલીસ શંકાના દાયરમાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્થાનિક પોલીસના નાક નીચેથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શાહપુરના લિસ્ટેડ બુટલેગર રાજેશ ઉર્ફે લાલા ચુનારાના મકાનમાં દરોડા કર્યા હતા, ત્યારે દરોડા દરમિયાન મોટી માત્રામાં દારૂ મળ્યો હતો. આ ઉપરાંત જીવણ કમળશીની પોળ સામે આવેલા મેટ્રો સ્ટેશન પાસેથી લોડીંગ રીક્ષામાંથી પણ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે કિરીટ શાહ અને સુનીલ વાઘેલા નામના બે આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત મકાનમાંથી મળેલા દારૂ મામલે રાજેશ રાજપૂત અને પારસ જૈન ફરાર થઈ ગયા હતા. જેને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.

રાજેશ લિસ્ટેડ બુટલેગર છે. રાજેશ વિરુદ્ધમાં 5થી વધુ ગુના નોંધાયેલા છે, ત્યારે આ વખતે પોલીસે 3252 દારૂની બોટલ કબ્જે કરી છે. જેની કિંમત 4.04 લાખ રૂપિયા છે. આ ઉપરાંત લોડીંગ રીક્ષા કબ્જે કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે દારૂ સહિત કુલ 5 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...