Friday, January 23, 2026

અમદાવાદમાં ફરી હિટ એન્ડ રન : બેફામ કારે રાત્રે ચાલવા નીકળેલા પરિવારને ઉડાવ્યો, જુઓ Video

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ( AHMEDABAD ) નિકોલમાંથી હવે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નિકોલના ગૂરૂકુલ સર્કલ પાસે કાર ચાલકે પરિવારને ટક્કર મારી હતી અને કાર ચાલક ઘટના સ્થળ ઉપરથી નાસી ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના ભયાનક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના..

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આ ઘટના નિકોલના ગુરુકુલ સર્કલ પાસે બની હતી. અહીં એક પરિવાર રાત્રિના સમયે ચાલવા માટે નીકળ્યો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે પરિવારના ત્રણ સભ્યો રોડની બાજુમાં ઊભા રહીને વાતો કરી રહ્યા હતા. જોકે આ જ સમયે અચાનક એક કાર ચાલકે તમામને કચડી નાખ્યા અને પછી ત્યાંથી કાર હંકારીને ફરાર થઈ ગયો હતો.કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. પહેલા તો કાર ચાલકે કારની સ્પીડ ધીમી કરી હતી પરંતુ તે ત્યાર બાદ પોતાની કાર લઈ ભાગી છૂટયો હતો.

કારની ટક્કર થતાં જ પરિવારના સભ્યો ઉછળીને આગળ પડ્યા હતા. જ્યારે લોકોએ આ જોયું ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કેટલાક લોકોએ કાર ચાલકનો પીછો કર્યો હતો. કાર ચાલકે આગળ વધીને કારની સ્પીડ ધીમી કરી હતી, પરંતુ તે પછી તેણે કાર ભગાડી દીધી હતી. આ ઘટનામાં પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, જેના CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...