Friday, September 25, 2026

માઠા સમાચાર: અમૂલે દૂધમાં પ્રતિ લિટર અને દહીંના ભાવમાં કર્યો આટલો વધારો, જાણો વિગતો

spot_img
Share

અમદાવાદ : જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. જી હા… ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતી કાલ સવારથી અમલમાં મુકાશે.અમુલ દૂધના 500 મિલી વાળું પેક અમુલ ગોલ્ડ અમદાવાદમાં 33 રૂપિયામાં મળશે. અમુલ શક્તિનું પેક 30 રૂપિયામાં મળશે. જ્યારે અમુલ તાઝા 27 રૂપિયામાં મળશે.

તમને જણાવી દઈએ કે આવતીકાલથી આ ભાવવધારો લાગુ પડશે.અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...