Sunday, January 18, 2026

અમદાવાદમાં પાંજરાપોળ ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવા 90 વૃક્ષો કપાશે, સ્થાનિકોનો વિરોધ

spot_img
Share

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાંજરાપોળ ચાર રસ્તા પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજ બનાવવા માટે મોડી રાત્રે વૃક્ષો કાપવામાં આવી રહ્યા હતા, જેના પગલે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પર્યાવરણ પ્રેમી અને સ્થાનિક લોકોના વિરોધના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગની ટીમ પરત આવી ગઈ હતી. બ્રિજ બનાવવા માટે 90થી વૃક્ષો કાપવામાં આવનાર છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં પાંજરોપાળ ચાર રસ્તા પર કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. અને બ્રિજ બનાવવા માટે અડચણરૂપ બનતા લીલાછમ 90 જેટલા વૃક્ષો કાપવાનો નિર્ણય લીધો છે. આથી વૃક્ષો કાપવા સામે સ્થાનિક નાગરિકો વિરોધ કરી રહ્યા છે. આ અંગે ગાર્ડન વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરના પાંજરાપોળ પાસે ઓવરબ્રિજ બનવાનો છે, જેના માટે બંને તરફ સર્વિસ રોડ બનાવવા માટે નડતરરૂપ ઝાડ કાપવાની જરૂરિયાત છે. જેના માટે સક્ષમ સત્તાની મંજૂરી લઈને ઝાડ કાપવાની શરૂઆત કરી હતી. શનિવારે રાત્રે જ્યારે ગાર્ડન વિભાગની ટીમ ત્યાં ઝાડ કાપી રહી હતી. ત્યારે ત્રણ જેટલા ઝાડ કાપવામાં આવતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને ટીમ સાથે બોલા ચાલી કરી હતી. જેથી ટીમ પરત આવી ગઈ હતી. બ્રિજ બનાવવા માટે જે ઝાડ કાપવાની જરૂરિયાત છે, એટલા ઝાડ જ દૂર કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા શહેરના પાંજરાપોળ પાસે જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, તેને લઈને અગાઉથી વિવાદ ચાલી રહ્યો છે. બ્રિજ કઈ દિશામાં બનાવવો તેને લઈને વિવાદ થયા બાદ હવે બ્રિજના બંને તરફ 90થી વધુ ઝાડ કાપવામાં મામલે સ્થાનિક લોકોએ વિરોધ કરી રહ્યા છે. વૃક્ષો કાપવા મામલે સ્થાનિક લોકોએ આંદોલનની અને જો વૃક્ષો કપાશે તો મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સામે પોલીસ ફરિયાદ કરવા સુધીની ચીમકી આપી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...