Friday, September 25, 2026

NEET UG 2024 EXAM લીક કૌભાંડ, ABVP-NSUI, વિદ્યાર્થી સંગઠનો, ડોક્ટર એસોસિયેશન પણ મેદાનમાં

spot_img
Share

અમદાવાદ: NEET UG પ્રવેશ પરીક્ષા 2024ના પરિણામ જાહેર થયા બાદ હોબાળો મચી ગયો છે. મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષા શરુઆતથી જ વિવાદમાં રહી છે. NEET UG 2024ની લડાઈ હવે રસ્તાઓથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં વિદ્યાર્થીઓ નીટ ફરી લેવાય તેવી માંગ કરી રહ્યાં છે ત્યારે હવે અમદાવાદના ડોક્ટર એસોસીએશનએ પણ નીટના વિવાદમાં ઝપલાવ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બરે વડાપ્રધાનને પત્ર લખી નીટ ફરી લેવાય તેવી માંગ કરી છે. આ સાથે જ પરીક્ષામાં થતા ગોટાળાની તપાસ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે.

નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા લેવાયેલી મેડિકલ માટેની યુ.જી.નીટનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું.જાહેર થયેલા પરિણામમાં એક સાથે 67 વિદ્યાર્થીઓના 720 માંથી 720 માર્કસ આવતા અનેક શંકાઓ ઉભી કરી છે. એટલુ જ નહિ તેનાથી પણ વધુ ઘણા વિદ્યાર્થીઓને 720માંથી 719, 718 અને 715 જેવા માર્કસ આવતા હવે તે મામલે વિરોધ વકરી રહ્યોં છે.આશ્ચર્યની વાત એ કે ગુજરાત બોર્ડમાં ધો.12 સાયન્સની પરીક્ષામાં ફીઝીક્સ વિષયમાં નાપાસ થયેલી એક વિદ્યાર્થિનીને નીટની પરીક્ષામાં 99.94 પર્સન્ટાઇલ અને 720માંથી 705 માર્કસ આવ્યા છે. આવા અનેક કિસ્સાઓ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. ધીમે ધીમે વિદ્યાર્થીઓ-વાલીઓને પરિણામની વિસ્તૃત જાણ થતાં ભારે આક્રોશ જોવા ફેલાયો છે.

આ ઉપરાંત તજજ્ઞો કહે છે કે, નીટનું પરિણામ જાહેર કરવા માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (NTA) દ્વારા જે તારીખ આપવામાં આવી હતી તેના કરતાં વહેલુ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું એટલુ જ નહી જે દિવસે લોકસભાનું પરિણામ આવવાનું હતુ તે દિવસે નીટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું તે બાબત પણ શંકા ઉપજાવે તેવી છે.સામાન્ય રીતે પરિણામની તારીખ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોતા હોય પછી મોડે મોડે પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે. તેના બદલે અચાનક પરિણામ જાહેર કરવામાં આવ્યું તેની સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના મેમ્બર ડો. વસંત પટેલે પણ આ્ મામલે રજુઆત કરી છે. વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા તેઓ મેદાને ઉતર્યા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજુઆત કરી છે કે એનટીએ (NTA) દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા ભુલ ભરેલી છે. પરીક્ષામાં અનેક છબરડાઓ સામે આવ્યા છે. યુજી નીટની પરીક્ષા ફરી લેવાય તેવી માંગ કરી છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે, ગુજરાતમાં રહેતા વિદ્યાર્થીઓ અન્ય રાજ્યોમાં પરીક્ષા આપવા જાય તે ઘણી શંકાઓ ઉભી કરે છે. એનટીએ દ્વારા ગ્રેસિંગ માર્કસ આપવાની સિસ્ટમમાં પણ અનેક ભુલો છે. જેમ જેઈઈની પરીક્ષા ઓનલાઈન લેવાય છે તેવી રીતે નીટની પરીક્ષા પણ ઓનલાઈન લેવાવી જોઈએ. નીટ માટે જે ઓએમઆર પધ્ધતિથી લેવાય છે તે કાઢી નાખવી જોઈએ. આ સાથે આ મામલે જે પણ કૌભાંડ થયુ હોય તેની સીબીઆઈ તપાસ થવી જોઈએ.

હાલમાં દરેક રાજયોમાં નીટની પરીક્ષાને લઇને વિવાદ-વિરોધ શરૂ થયો છે. રાજયમાં NSUI-ABVP બન્ને વિદ્યાર્થી સંગઠન દ્વારા નીટના પરિણામનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ABVP દ્વારા તાજેતરમાં નીટની પરીક્ષામાં સીબીઆઇની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. જેની સામે NSUI દ્વારા આજે દેખાવો કરીને એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, નીટમાં વિદ્યાર્થીઓને જે પ્રમાણે માર્કસ આપવામાં આવ્યા છે તે જોતાં ગરબડ થઇ હોય તેવી આશંકા છે.નીટની પરીક્ષા રદ કરીને તાકીદે તપાસ માટે કમિટીની રચના કરવા ઉપરાંત નવેસરથી પરીક્ષા લેવાની માંગણી પણ કરવામાં આવી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...