Wednesday, May 20, 2026

આવતીકાલથી શરૂ થશે ડ્રાઈવ, લાયસન્સ વિના બાળકોને વાહન આપશો તો વાલીઓને થઇ શકે છે 3 વર્ષની જેલ

spot_img
Share

અમદાવાદ: જો લાયસન્સ ન હોય તો વાલીઓ પોતાના બાળકને વાહન ચલાવવા આપે નહીં, તેવી ખાસ અપીલ અમદાવાદ ટ્રાફિક DCP સફીન હસને કરી છે. લાયસન્સ ન હોવા છતાં બાળકો શાળાએ વ્હીકલ લઈને આવતા હોય છે. જો આવા કિસ્સામાં અકસ્માતની ઘટના બનશે તો વ્હીકલ જેના નામે હશે તે માલિક સામે કાયદેસરની કાર્યવાહી થશે.

આવતીકાલથી રાજ્યભરમાં સ્કૂલો શરૂ થવાની છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં અમદાવાદમાં કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પહેલાથી જ સાવધાની રૂપે અમદાવાદના શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર ‘સલામત શાળા’ અભિયાન યોજાયું હતું. ટ્રાફિક પોલીસ કમિશનર, RTO, DEO, AMC અધિકારીઓએ મહત્વની બેઠક યોજી 1100 શાળાના સંચાલકોને બાળકોની સલામતી મુદ્દે અવગત કર્યા હતા.

13 જૂનથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે તે પૂર્વે બાળકોની સલામતી માટેનું અભિયાન શરૂ થયું છે. ટ્રાફિક પોલીસ કમિશનર, આરટીઓ, DEO, AMC અધિકારીઓએ મહત્વની બેઠક યોજાઇ હતી. સાથે જ શાળા સંચાલકો સાથે શાળાઓમાં ફાયર સેફ્ટી, રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠકમાં 1500થી વધુ શાળાના સંચાલકો પણ હાજર રહ્યા હતા. સંચાલકોને શાળાઓમાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચના આપવામાં આવી હતી.

ટ્રાફિક DCP સફીન હસને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આગામી અઠવાડિયાથી RTO, ટ્રાફિક, ફાયર અને DEOની ટીમ સરપ્રાઈઝ ચેકિંગ કરશે. બાળકો RTO માન્ય વાહનોમાં જ શાળાએ પહોંચે એ જરૂરી છે. આ ઉપરાંત ફાયર સેફ્ટી, નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ કે સ્કૂલ વેન ચલાવવા સૂચના આપી છે. તેમજ 16થી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવું. ગિયરવાળા વાહનો ચલાવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર જરૂરી છે. જો લાયસન્સ વગર બાળક વાહન ચલાવશે તો કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...