Tuesday, October 13, 2026

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ઈમ્પેક્ટ ફી ભરવાની મુદત વધારી, જાણો સમયમર્યાદા

spot_img
Share

ગાંધીનગર :ઇમ્પેક્ટ ફીની મુદ્દતમાં ફરી એકવાર વધારો કરાયો છે..ગુજરાત સરકારે વધુ 6 માસ માટે ઈમ્પેક્ટ ફીની મુદ્દત વધારી દીધી છે.આ મામલે શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરાયું છે. મહત્વપૂર્ણ છે કે ઇમ્પેકટ ફીની મુદ્દત 15 જૂનના રોજ પુરી થઇ રહી હતી.ગુજરાત સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથીવાર વધારો કરતા હવે વધુ છ મહિનાની મુદત લંબાવવાવામાં આવી છે.

રાજ્યમાં બિનઅધિકૃત ગેરકાયદેસર બાંધકામો ફી ભરીને કાયદેસર કરવા માટેની ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત વધુ 6 મહિના લંબાવાઇ છે. ઈમ્પેક્ટ ફી ભરવાની મુદતમાં સતત ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રીજી વખત અપાયેલી 6 મહિનાની મુદત 16મી જૂને એટલે કે આજે પૂર્ણ થઈ રહી હતી. હવે નવી તારીખ 17મી જૂન રવિવારથી આગામી છ મહિના સુધી મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવા અત્યાર સુધી ગુજરાત સરકારે 3 વાર ઇમ્પેકટ ફીની સમય મર્યાદામાં વધારો કર્યો છે. છેલ્લે ચૂંટણીઓને જોતા સરકારે ઇમ્પેકટ ફીની મુદતમાં 15મી જૂન સુધી વધારો કર્યો હતો. ઇમ્પેકટ ફીની મુદતમાં વધારો કર્યા છતાંય ગેરકાયદેસર બાંધકામ નિયમિત કરવામાં લોકોની નિષ્ક્રિયતા જોવા મળી છે.વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાતો કર્યા છતાંય લોકોનું વલણ ઉદાસીન રહ્યું છે.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય છે. આ પહેલા ત્રણ વાર સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીની મુદત વધારી હતી. ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે તેમજ બીયુ વિનાના બાંધાકમને તોડીને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકાય તે માટે બાંધકામો તોડવાને બદલે નિયત ફી વસૂલીને કાયદેસર કરવા માટે ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવામાં આવ્યો હતો. પરંતુ આ કાયદાને ઓછો પ્રતિસાદ મળતાં સતત ચોથી વખત મુદત વધારાઇ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક મેટ્રો ટ્રાયલ રનમાં ‘બ્રેક’, કેમ અચાનક અટકી કામગીરી?

ગાંધીનગર : GMRC સંચાલિત મેટ્રો રેલ પ્રોજેક્ટના ટ્રાયલ રન દરમિયાન અચાનક એક મોટી ટેકનિકલ ક્ષતિ સર્જાવાની ઘટના સામે આવી છે.શુક્રવારે (નવમી ઓક્ટોમ્બર) સવારે ગાંધીનગરમાં...

ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ; 40 લાખનો આંકડો પાર, જય અંબેના નાદથી ગુંજી ઊઠ્યું અંબાજી

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમના ભાદરવી મહામેળાની આજે ભવ્ય પૂર્ણાહુતિ થઈ રહી છે. સાત દિવસીય મેળાના અંતિમ દિવસે વહેલી...

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...