Friday, September 25, 2026

અમદાવાદમાં પ્રિ સ્કૂલના સંચાલકો કલેકટર કચેરીએ પહોંચ્યા, 150 પ્રિ સ્કૂલોના સીલ ખોલવા કરી માંગ

spot_img
Share

અમદાવાદ: રાજકોટ અગ્નિ કાંડની ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં અલગ અલગ મિલકતો સીલ કરવામાં આવી છે. જેમાં 150 જેટલી પ્રિ સ્કૂલનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે શાળાઓ શરૂ થતાં પ્રિ સ્કૂલ સંચાલકો પણ મેદાને આવ્યા છે. હાલમાં રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તેવા સવાલ સાથે પ્રિ સ્કૂલ સંચાલકોએ ઉઠાવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ પ્રિ સ્કૂલ એસોસિએશનના અગ્રણી સાગરભાઈ નાયકે જણાવ્યું કે, અધિકારીઓ પાસે પૂરતી માહિતી ન હોવાથી નિયમ વિરુદ્ધ સીલ મરાયા છે. દરેક પ્રિ સ્કૂલમાં 2021ના પરિપત્ર મુજબના ફાયરના સાધનો ઉપલબ્ધ છે. GDCRના નિયમ મુજબ રેસિડેન્શિયલ વિસ્તારમાં મંજૂરી સાથે પ્રિ સ્કૂલ ચલાવી શકાય છે.રાજકોટ અને સુરતમાં પ્રી સ્કૂલ શાળાઓના સીલ ખોલી દેવાયા છે તો અમદાવાદમાં પણ સીલ ખોલવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જેથી અમદાવાદ કલેકટર અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પણ રજૂઆત કરી છે અને સીલ કરાયેલ શાળાઓને શરૂ કરવા દેવા માંગ કરી છે.

પ્રિ સ્કૂલ સીલ થતાં અમદાવાદમાં 1 લાખ બાળકોનું શિક્ષણ અટવાયું છે ત્યારે પ્રિ સ્કૂલ ખોલવા માંગ કરી છે. અમદાવાદમાં પ્રી-પ્રાયમરી શાળાઓના સંચાલકો મેદાને પડયા છે. થોડા સમય પહેલા અમદાવાદની 150થી વધુ પ્રી પ્રાયમરી શાળાઓ સીલ કરાઈ છે. તેવી જ રીતે રાજકોટ અને સુરતમાં પણ પ્રિ સ્કૂલ સીલ કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતો બાદ ત્યાં સ્કૂલોમાં સીલ ખોલી દેવામાં આવ્યા છે તો અમદાવાદ માટે અલગ નિયમ કેમ? એવા છે તેવા સવાલો સાથે પ્રિ સ્કૂલના સંચાલકો અમદાવાદ કલેકટર કચેરીએ રજૂઆત માટે પહોચ્યા હતા.

મહત્વનું છે કે પ્રિ સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી છે કે મોટા ભાગે પ્રિ સ્કૂલ મહિલાઓ ચલાવી રહી છે. તેઓનો પરિવાર તેના પર નભે છે. સીલ મારતા અમદાવાદના એક લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે જેથી ઝડપથી સીલ ખોલવા રજૂઆત કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...