Friday, September 25, 2026

સ્કૂલ વર્ધીચાલકોની હડતાળથી વાલીઓની સ્થિતિ બની કફોડી, બીજા દિવસે પણ ચાલુ રહેશે હડતાલ

spot_img
Share

અમદાવાદ : રાજકોટના ગોજારા અગ્નિકાંડ બાદ બાળકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર વધુ સતર્ક થઈ. શાળાએ બાળકોને લઈને જતાં સ્કૂલ વાન એસોસિએશન માટે નિયમો કડક બનાવ્યા. કેટલાક નિયમો તો વાન સંચાલકોએ માની લીધા. પરંતુ પરમિટ, સરપ્રાઈઝ ચેકિંગ અને ભાડા મીટરને લઈને ઉભો થયો ગજગ્રાહ અને તેનું જ પરિણામ છે કે, વાલીઓને વરસતા વરસાદ વચ્ચે કામ-ધંધે જવાનો સમય બાજુએ રાખીને તો ક્યાંક ગમે તેવી સ્થિતિમાં પણ બાળકોને લઈને શાળાએ દોડવું પડી રહ્યું છે.

સ્કૂલ વાન અને રીક્ષા ચાલકો આજથી હડતાળ પર ઉતરતા વાલીઓની ચિંતામાં વધારો થયો છે. પ્રશાસન અને સ્કુલવાનચાલકોની લડાઈમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા છે. અચોક્કસ મુદતની હડતાળથી ખાસકરીને નોકરીયાત વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્કૂલ વાન એસોસિયન દ્વારા હડતાળના એલાનમાં રાજ્યભરના વધુ વાનચાલકો જોડાયા છે.

સ્કુલવાન ચાલકોની હડતાળને લઈને વાલીઓએ પણ પ્રશાસનને નરમ વલણ અપનાવવા રજૂઆત કરી છે. રોષે ભરાયેલા વાલીઓનું કહેવું છે કે વાન ના ભાડામાં રૂ 200 નો વધારો કરાયો હોવા છતાં છતાં વેન ચાલકો પોતાની મનમાની કરતા હડતાળમાં જોડાયા છે. અચોક્સ મુદતની હડતાળ પર ઉતરેલ સ્કુલવાન અને રીક્ષા ચાલકોની માંગ શું સરકાર પૂર્ણ કરશે? સરકાર અને સ્કુલવાનના સંઘર્ષ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાયા છે.

આ તરફ સરકાર નિયમોમાં કોઈ બાંધછોડ માટે તૈયાર નથી. છતાં જે વિરોધ વધ્યો છે, તે જોતાં સ્કૂલ વાન માલિકો અને શાળાઓ વચ્ચે ચર્ચા કરી ઉકેલ લાવવાના પ્રયાસ કરાશે. જો કે, શિક્ષણપ્રધાન એવું પણ કહી રહ્યા છે કે આ તો RTOનો મામલો છે.તો બીજી તરફ સ્કૂલવાન એસોસિએશન પણ જાહેરાત કરી છે કે બીજા દિવસે પણ હડતાલ ચાલુ રહેશે.

બંને પક્ષો અડગ છે. નિયમો જરૂરી જ છે, પરંતુ સવાલ એ પણ થાય કે, વેકેશન પહેલા જ નિયમો લાવીને વાન ચાલકોને સમય આપી દીધો હોય તો આ છેલ્લી ઘડીની માથાકૂટ ન થઈ હોત. હવે જોવું એ રહ્યું કે, સ્કૂલ વાન ચાલકો અને સરકાર વચ્ચેની ખેંચતાણમાં ક્યાં સુધી વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાન થવું પડે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...