Friday, May 1, 2026

નારણપુરામાં ઈન્ડિયન બેંકના લોકરમાંથી 34 લાખના દાગીના ગાયબ, બેંકે હાથ અધ્ધર કર્યાં!

spot_img
Share

અમદાવાદ : સોનાના દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ રાખવા માટે બેંક લોકર સુરક્ષિત સ્થાન છે, ત્યારે હવે બેંક લોકર પણ સલામત નથી. બેંકના લોકરમાંથી પણ ચોરીની ઘટના બનવા લાગી છે. આવી જ એક ઘટના અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી ઇન્ડીયન બેન્કના લોકરમાંથી ભાવનાબેન નામના વૃધ્ધાના 34.18 લાખના દાગીના સહીત રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ થઈ છે. મહિલાને દાગીનાની જરૂર હોવાથી બેન્ક લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના લેવા ગયા હતા. ત્યારે બેન્ક કર્મચારી પણ સાથે હતો અને લોકર ખોલવા ગયા ત્યારે તે ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના ગાયબ હતા. જેથી વૃદ્ધાએ આ અંગે બેંકને તાત્કાલિક જાણ કરી. પરંતું બેંકે આ બાબતની કોઈ તસ્દી લીધી ન હતી.

બેન્ક દ્વારા કોઈ કાર્યવાહી ન થતા અંતે વૃદ્ધાએ નારણપુરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ઈન્ડિયન બેન્કના લોકરમાં વૃદ્ધ મહિલાના લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ હતી. વૃદ્ધા દીકરાના લગ્ન માટે દાગીના લેવા આવ્યા ત્યારે લોકર ખુલ્લી હાલતમાં હતું. લોકરમાંથી કુલ 34.18 લાખ દાગીના અને રોકડ ગાયબ હતી.

વૃદ્ધાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાવનાબેનનું ઇન્ડિયન બેંકની અંકુર બ્રાન્ચમાં બેન્ક લોકર છે. બેન્ક લોકરમાં તેમના દાગીના અને રોકડ રકમ રાખે છે. જુલાઈ મહિનામાં તેમના દીકરાના લગ્ન હોવાથી 15 મેના રોજ બેન્કમાં પડેલા દાગીના અને લોકર લેવા માટે ગયા હતા. ત્યારે બેન્ક લોકરના ઈન્ચાર્જ જયેશભાઈ પાસે લોકરની બીજી ચાવી રહેતી હોય છે.

હાલ તો નારણપુરા પોલીસે બેન્કના કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેન્ક લોકર અંગે FSLની મદદ લેવામાં આવી રહી છે. લોક ખોલવામાં આવ્યું કે તેને તોડી નાખવામાં આવ્યું છે. ત્યારે પોલીસની તપાસમાં ચોર કોણ નીકળે છે એ જોવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...