Thursday, September 17, 2026

અમદાવાદમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી વરસાદી પાણી ટપક્યું, વિડીયો થયો વાયરલ

spot_img
Share

અમદાવાદ : દેશની રાજધાની નવી દિલ્હીમાં એરપોર્ટ ટર્મિનલમાં ચાલુ વરસાદે છત પડવાની ઘટના સામે આવી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં કરોડોના રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા મેટ્રો રેલ સ્ટેશનની પણ આવી જ દુર્દશા સામે આવી છે. જેમાં શુક્રવારે સાંજે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદે મેટ્રો રેલ સ્ટેશનના કામકાજની પોલ ખોલી નાખી છે. જેમાં મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે એવો વિડીયો વાયરલ થયો છે.

અમદાવાદ શહેરના ઈન્ક્મટેક્સ પાસે આવેલ જૂની હાઇકોર્ટ મેટ્રો સ્ટેશનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ મેટ્રો સ્ટેશનની છતમાંથી ચાલુ વરસાદે પાણી ટપકી રહ્યું છે. આ વિડીયોમાં જોઇ શકાય છે મેટ્રો રેલ સ્ટેશનની છતમાંથી અનેક તરફથી પાણી ટપકી રહ્યું છે. જેમાં ટ્યુબલાઇટની આસપાસથી નીચે ફ્લોર પર પાણી ટપકી રહ્યું છે. જે મેટ્રો રેલ સ્ટેશનના કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સાબિત કરે છે.તમને જણાવી દઈએ કે ગત વર્ષે પણ વરસાદમાં મેટ્રો સ્ટેશન પોપડા નીકળવાની ઘટનાએ પણ ચર્ચા જગાવી હતી.

અમદાવાદ શહેરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેવા સમયે સામાન્ય વરસાદમાં જો મેટ્રો રેલ સ્ટેશનની છત ટપકવા લાગી છે. ત્યારે સામાન્ય લોકોના મનમાં આ કામની ગુણવતાને લઇને અનેક સવાલો ઊભા થયા છે. તેમજ આ કામમાં પણ શું ગેરરીતિ આચરવામાં આવી છે તેવા સવાલો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. તેમજ જો સામાન્ય વરસાદમાં મેટ્રો સ્ટેશનના આવા હાલ છે તો ધોધમાર વરસાદના કેવા હાલ થશે. શું લોકો ધોધમાર વરસાદમાં મેટ્રોનો ઉપયોગ કરી શકશે કેમ ? તેમજ આ દરમ્યાન મુસાફરોની સલામતીનું કોણ ધ્યાન આપશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...