Thursday, September 24, 2026

પાલડીમાં બે માળના ફ્લેટની સીડીનો ભાગ ધરાશાયી, ફાયરે હાઇડ્રોલિક સીડીથી 16 લોકોનું રેસ્ક્યૂ કર્યું

spot_img
Share

અમદાવાદ : ગઈકાલે રાત્રે શહેરના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે આવેલા વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ તૂટી પડ્યો હતો. ફ્લેટમાં મકાનોમાં ફસાયેલા 16 જેટલા લોકોને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મ વડે 16 લોકોને સહી સલામત નીચે ઉતારવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આશરે 35 થી 40 વર્ષો જૂના ફ્લેટ હતા અને અચાનક જ વરસાદ પડ્યો ત્યારબાદ સીડી તૂટી પડતા લોકો ફસાયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ વરસાદ ચાલુ હતો ત્યારે પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી ચાર રસ્તા નજીક બાદશાહ ડેરીની સામે આવેલા બે માળના વર્ધમાન ફ્લેટની સીડીનો ભાગ અચાનક જ તૂટ્યો હતો. જોરદાર અવાજ આવતાની સાથે જ સ્થાનિક નાગરિકો બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓએ જોયું તો સીડીનો ભાગ તૂટી ગયો હતો. જેથી તેઓને નીચે ઉતરવા રસ્તો નહોતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ ત્યાં પહોંચી હતી.

તો આ તરફ દુર્ઘટનાને લઇ ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમ દ્વારા સતત બે કલાક સુધી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને ફ્લેટમાં 10થી વધુ મકાનોમાં ફસાયેલા નાના બાળકોથી લઇ અબાલ વૃદ્ધ સહિત 16 રહેવાસીઓને સીડી સહિતના રેસ્ક્યુ સાધનોની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે હાઇડ્રોલિક સીડી વડે નીચે ઉતાર્યા હતા. આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહ અને પાલડી વોર્ડના કોર્પોરેટરો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...