Thursday, September 24, 2026

બેન્ક એકાઉન્ટની વિગતો આપતાં ચેતજો ! સાયબર ફ્રોડ આચરતી 13 લોકોની ટોળકી ઝડપાઈ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં સાયબર ક્રાઈમને લગતા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. લોકો ઓનલાઈન ફ્રોડનો ભોગ બનતાં તેમના ખાતાં પણ ખાલી થઈ જાય છે ત્યારે સાયબર ક્રાઈમ બ્રાન્ચે એવા 13 લોકોની અટકાયત કરી છે. જેઓ પોતાના મળતીયા માણસો સાથે મળી લોકોને કમીશન આપવાની લાલચ આપીને તેમની પાસેથી બેન્ક એકાઉન્ટ ખોલાવીને વિગતો સાયબર ઠગોને મોક્લી આપતા હતાં. તેમાથી લોકોના છેતરપીડીંથી મેળવેલા નાણા જમા કરાવી બેન્કમાં એકાઉન્ટ હોલ્ડર સાથે જઇ નાણા મેળવીને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોક્લી આપતા હતાં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સાયબર ક્રાઇમને બાતમી મળી હતી કે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મારુતિ પ્લાઝામાં આ પ્રકારની કામગીરી ચાલી રહી છે અને બાતમીને આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી જેમાં દીપક રાદડીયા અને દિલીપ જાગણી નામનો યુવક દુકાન ભાડે રાખીને પગારદાર મળતિયા સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ આપીને બેંક એકાઉન્ટ મેળવતો હતો. આ બેંક એકાઉન્ટ સાયબર ક્રાઇમ કરતા ગઠીયાઓને આપીને કમિશન મેળવતો હતો. જેના આધારે સાયબર ક્રાઇમે રેડ કરી હતી અને 13 આરોપીઓને ઝડપી લીઇ સમગ્ર કૌભાંડ એક્સપોઝ કર્યું છે. આરોપીઓ પાસેથી સાયબર ક્રાઈમે અલગ અલગ બેંક ની 30 પાસબુક, 39 ચેકબુક, 59 ATM કાર્ડ, 30 મોબાઈલ, રૂપિયા ગણવાનું મશીન, ફિંગર પ્રિન્ટ સ્કેનર મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી લવીના સિંહાએ જણાવ્યું હતું કે, આ ગેંગના મુખ્ય આરોપી એવા દિપક રાદડિયા અને દિલીપ જાગાણી નામના આરોપીઓ બેંક એકાઉન્ટની વિગત લઈને કેતન પટેલ નામના આરોપીને આપતા હતા અને કેતન પટેલ બેંક એકાઉન્ટઓને ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સઅપ અને ટેલિગ્રામ પર થકી મોકલી આપતો હતો. ચાઈનીઝ વ્યક્તિઓ સાયબર ક્રાઇમ કરીને તે રૂપિયા જમા કરાવવા માટે આ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. જે બેંક એકાઉન્ટમાં જમા થયેલ રૂપિયા દિલીપ અને દીપક તેમના વ્યક્તિઓ મારફતે સેલ્ફ ચેકથી ઉપાડીને આંગડિયા મારફતે આરોપી દર્શિલ શાહને મોકલી આપતા હતા. દર્શીલ શાહ આ રકમને ક્રીપ્ટો કરન્સીમાં રૂપાંતર કરીને ક્રિપ્ટો કરન્સી ચાઇના ખાતે મોકલી આપતો હતો.

ડીસીપી લવિના સિંહાએ વધુમાં જણાવ્યું હતું કે, દિપક રાદડીયાએ 200થી વધુ બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. જ્યારે દિલીપ દ્વારા 3 મહિનાની અંદર 150 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલાવીને 8 કરોડનું ટ્રાન્જેક્શન કરવામાં આવ્યું છે. જેમાં 30 લાખનું કમિશન મળ્યું હતું. આરોપી કેતન પટેલ એ BBA સુધીનો અભ્યાસ કર્યો છે. પહેલા એપ્લિકેશન બનાવવાનું કામ કરતો હતો. જેના મારફતે તે એક કેન્યાના વ્યક્તિ સાથે સંપર્ક માં આવ્યો હતો. જેણે તેનો સંપર્ક ચાઈનીઝ વ્યક્તિ ઓ સાથે કરાવ્યો હતો. પછી એક પછી એક ટોળકી ભેગી થતી ગઈ અને આ સમગ્ર કૌભાંડને અંજામ આપતી ગઈ આ ગેંગમાં સામેલ તમામ શખ્સોનો પોલીસે હાલ કસ્ટડીમાં લઈ લીધા છે.

વધુ તપાસનું દોર આરંભ થયો છે આ ટોળકીમાં હાલમાં પોલીસે ફેઝાન શેખ, રાજુ પરમાર, અમિત પટેલ, રાજુ સાંખટ, દર્શન સેંજલીયા, રાજેશ જાસોલિયા, વિકી પટેલ, દિલીપ જાગાણી, કિશોર પટેલ, અલ્કેશ પટેલ, દિપક રાદડિયા, દર્શિલ શાહ અને કેતન પટેલની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે. દર્શિલ શાહ પ્રાથમિક તપાસમાં ફિલ્મોના પ્રોડ્યુસર તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ સામે આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...