Monday, April 20, 2026

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની અનોખી પહેલ: આ વિસ્તારના બાળકોને મળશે NEET, JEE નું ફ્રીમાં કોચિંગ

spot_img
Share

અમદાવાદ : એન્જિનિયરિંગ અને મેડિકલમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન સેવતા વિદ્યાર્થીઓના વાલીઓ લાખો રૂપિયાની ફી ભરીને બાળકોને JEE અને NEETની તૈયારી કરાવે છે. ત્યારે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ નવી પહેલ કરી છે. જેમાં વિદ્યાર્થીઓને વિનામુલ્યે JEE અને NEETનું કોચિંગ મળી રહેશે. એક વિદ્યાર્થીએ JEE અને NEETની તૈયારી કરવી હોય તો વાલી તેમના બાળક માટે વાર્ષીક બે થી ચાર લાખ રૂપિયાની ફી ભરે છે. પરંતુ જે બાળક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેવા વિદ્યાર્થીઓ ફી તો દૂરની વાત રહી, પરંતુ કોચિંગ પણ મેળવી શકતા નથી. અને આ જ કારણે અમદાવાદના DEOઓ દ્વારા અનોખી પહેલ કરવામા આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની બાળકોના ઉચ્ચ અભ્યાસને લઈને એક અનોખી પહેલ જોવા મળી છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને સારી કારકિર્દી બનાવી શકે, તે માટે ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારી અને ટાટા મોટર કંપની સાથે મળી વિદ્યાર્થીઓને NEET અને JEE માટે તૈયારી કરાવશે. કંપનીના સહયોગથી અમદાવાદ ગ્રામ્ય DEO ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે JEE- NEETના ટ્યુશન ઉપલબ્ધ કરાવશે.જેનું લોન્ચિંગ આજે શુક્રવારે સવારે મહારાજા અગ્રસેન સ્કૂલમાં કરાયું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વેબિનારના માધ્યમથી જોડાયા હતા. આ કાર્યક્રમનો લાભ ગ્રામ્ય વિસ્તારના સાયન્સના 10 હજારથી વધુ વિદ્યાર્થીને મળશે.

મિશન સિદ્રત્વ અંતર્ગત વિદ્યાર્થીઓને વિનામુલ્યે JEE અને NEETનું કોચિંગ આપવામાં આવશે મિર્ચી ન્યુઝ સાથેની વાતચીતમાં અમદાવાદ ગ્રામ્યના DEO કૃપાબેન જ્હાએ જણાવ્યુ કે, વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે હેતુથી નમો સરસ્વતી યોજના સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ધોરણ 11 થી જ JEE અને NEETની તૈયારીઓ કરી શકે, તે માટે પ્રયાસ કરવામા આવ્યો છે.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળાઓના વાલીઓ એટલા સમક્ષ નથી હોતા કે તેઓ શહેરી વિસ્તારની જેમ કોચિંગ પૂરૂ પાડી શકે. વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ટાટા મોટર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેને લઈને CSRથી અમદાવાદ ગ્રામ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને JEE અને NEETનું કોચિંગ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓને દૈનિક 2 કલાક JEE અને NEETનું શિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત સાપ્તાહિક પરીક્ષા પણ લેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં સરળતા રહે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...