અમદાવાદ : શહેરનાના ગોતામાં ગઈકાલે (20 જુલાઈ) રાતે એક રિક્ષાચાલકે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હતો. રિક્ષાચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી, જેના કારણે બન્ને મહિલાને ઈજા પહોંચી છે. જ્યારે એક નાની બાળકીને પણ સામાન્ય ઈજા પહોંચી હતી, જેને હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. અકસ્માત બાદ લોકોએ ભેગા મળીને રિક્ષાચાલકને ઝડપીને પોલીસને જાણ કરી હતી. રિક્ષાચાલકની ધરપકડ કરીને એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગોતાના વંદે માતરમ્ ચાર રસ્તા પાસે ગઈકાલે રાતે 9:15 વાગ્યાની આસપાસ એક રિક્ષાચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. રિક્ષાચાલકે બે મહિલાને અડફેટે લીધી હતી અને રિક્ષા પણ પલટી ખાઈ ગઈ હતી. બંને મહિલાને અકસ્માતમાં ઈજા થતાં સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં એક ચાર વર્ષની બાળકીને પણ સામાન્ય ઈજા થઈ હતી, જેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને સારવાર બાદ હોસ્પીટલમાંથી પણ રજા આપવામાં આવી છે. સ્થાનિક લોકોએ ભેગા મળીને રિક્ષાચાલકને ઝડપીને પોલીસને સોંપ્યો હતો.
રિક્ષાની અડફેટે એક નાની બાળકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અકસ્માત સર્જાતા આજુબાજુનાં રહીશો તાત્કાલીક દોડી આવ્યા હતા. તેમજ બાળકીને સારવાર અર્થે ખસેડી હતી. તેમજ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાં સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી હતી.


