Monday, July 27, 2026

અમદાવાદમાં વાડજ પોલીસે દારૂની 92 બોટલ પકડી, આંબાવાડીમાંથી SOG ક્રાઈમે વિદેશી સિગારેટનો જથ્થો પકડ્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વાડજ પોલીસે માહિતી મળતા ખોડીયારનગર છાપરાના નાકેથી નિમેશ જાડેજાને 2 દારૂની બોટલ સાથે ઝડપ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ખોડીયારનગરના છાપરામાં આવેલા ખંડેર મકાનમાં પણ બીજી દારૂની બોટલ છે. જેથી ઓલી આરોપીને સાથે લઈને આરોપીએ બતાવેલી જગ્યા ઉપર થઈ ત્યારે બે થેલા મળી આવ્યા હતા. જેમાં ચેક કરતા 90 જેટલી અન્ય દારૂની બોટલો મળી આવી હતી. આમ કુલ 92 દારૂની બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રિક્ષામાં દારૂની હેરાફેરી કરનાર સન્ની અને 90 બોટલ દારૂનો જથ્થો રાખનાર વિષ્ણુ ઠાકોર વિરુદ્ધ વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હાલ એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે.

જ્યારે અમદાવાદ SOG ક્રાઈમે માહિતીને આધારે આંબાવાડી ભુદરપુરા રોડ પર આવેલા સાઈ પણ પેલેસમાં રેડ કરી હતી. ત્યારે ત્યાથી 157 નંગ વિદેશી સિગરેટના પેકેટ મળી આવ્યા હતા. આ સિગારેટના પેકેટ સાથે દુકાન માલિક યતીન રાઠોડ મળી આવ્યો હતો. યતીનની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ સિગારેટનો જથ્થો મુંબઈ સેન્ટ્રલ રોડ પરથી અજાણ્યા વ્યકિતએ આપ્યો હતો. SOG ક્રાઈમે પાન પાર્લરના માલિક અને સિગારેટનો જથ્થો મોકલનાર બંને સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય આરોપી ફરાર છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...