Thursday, March 12, 2026

અમદાવાદની વધુ એક રેસ્ટોરાનાં જમવામાં જીવાત, દાલ ફ્રાયમાંથી મચ્છર નીકળ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યમાં ખાદ્ય પદાર્થોમાં અખાદ્ય વસ્તુઓ નીકળવાનો સિલસિલો જારી છે. વસ્ત્રાલના સિટી કોર્નરમાં રેસ્ટોરાની દાળફ્રાયમાં જીવાત નીકળી છે. આ અંગે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટને પૂછવામાં આવતા તેણે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો. ગ્રાહકે આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી તો તેઓએ કહ્યું કે, વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગઈ હશે. આ મામલે મ્યુનિ. ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં 40 વ્યક્તિ માટેનો જમણવાર યોજાયો હતો. ગ્રાહક અને તેઓના મહેમાનો આ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. રેસ્ટોરન્ટમાં તમામ લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું. જેમાં સૌપ્રથમ શાક રોટલી પીરસવામાં આવ્યા હતા. જે ખાધા બાદ દાલફ્રાય મગાવી હતી. જેમાં એક વ્યક્તિની દાલફ્રાયમાંથી મચ્છર જેવું નીકળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

આ મામલે હોટલના મેનેજરને ફરિયાદ કરી હતી. મેનેજર દ્વારા તેઓને કહ્યું હતું કે, અત્યારે વરસાદની સિઝન છે એટલે ક્યાંકથી મચ્છર આવી ગયું હશે. આવો જવાબ આપવામાં આવ્યો હતો. તમામ લોકો અડધું જમવાનું મૂકી અને ત્યાંથી નીકળી ગયા હતા. આ મામલે તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ઓનલાઈન 155 303 નંબર ઉપર ફરિયાદ નોંધાવી દીધી છે. જેથી ફૂડ વિભાગની ટીમ દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલમાં આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવર પ્રસંગમાં જમણવારમાં દાલફ્રાયમાંથી જીવાત નીકળી હતી, જે મામલે ફરિયાદ કરાતા ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જો કે રેસ્ટોરાની વાત જવા દઈએ પણ આ ઋતુમાં બહાર જમવા નીકળતા લોકોનો પણ તેટલો જ વાંક છે. આપણે ત્યાં કહ્યું છે કે ચોમાસામાં બહારનું જમવું નહીં, છતાં પણ જો લોકો બહાર જમવા નીકળતા હોય તો પછી વાંક તેમનો જ છે. ચોમાસાની સીઝનમાં ઘરમાં ભરેલા ઘઉંમાં ધનેરા પડી જતી હોય અને બીજા ધાન્યોમાં પણ જીવડાં પડતાં હોય તો બહારના ભોજનમાં તો શું-શું ન હોય.

આ ભોજન કોણે રાંધ્યું હોય, કેવા વાતાવરણમાં રંધાયું હોય અને કેટલી ગંદી જગ્યાએ તે રંધાયુ હોય તે જાણતા હોવા છતાં પણ જો લોકોએ બહારનો સ્વાદ લેવો હોય અને પછી જીવડાં પડી ગયાની ફરિયાદ કરવી હોય તો ક્યાં મેળ પડે. કેટલીય રેસ્ટોરામાં જમવા જાવ અને તેનું રસોડું જુઓ તો તમને જમવાની પણ ઇચ્છા ન થાય. છતાં લોકો ટેસ્ટ વગર રહી જતાં હોય તો બધી જ જવાબદારી કંઈ રેસ્ટોરાવાળાની નથી. તેણે તો જથ્થાબંધ બનાવવાનું જ હોય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...