Monday, April 20, 2026

નિર્ણયનગરના યુવક સાથે કેનેડા PR વિઝા આપવાનું કહીને છેતરપિંડી, 5 લાખ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પડાવ્યા

spot_img
Share

અમદાવાદ : વર્તમાન સમયમાં લોકો વિદેશ જવાની ઘેલછામાં ક્યાંકને ક્યાંક ચૂક કરી બેસતા હોય છે અને તેના કારણે જ છેતરપિંડી કરતા લોકો ફાવી જતા હોય છે. આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે.જેમાં વિજય ચાર રસ્તા પાસે આવેલી ઉમિયા ઓવરસીઝના માલિકોએ અમદાવાદના યુવકને કેનેડાના PR વિઝા આપવાનું કહીને પાંચ લાખ રૂપિયા પડાવ્યા છે.યુવકે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા પ્રજ્ઞેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પ્રજ્ઞેશભાઈ અને તેમના પત્નીને કેનેડા જવાના હોવાથી 11 મહિના અગાઉ વિજય ચાર રસ્તા પાસે ઉમિયા ઓવરસીઝ ગયા હતા, ત્યાંથી તેમને ગાંધીનગર ખાતેની ઓફિસ મોકલવામાં આવ્યા હતા.ત્યારબાદ તેઓ ગાંધીનગર કુડાસણ ખાતેની ઓવરસીઝની ઓફિસમાં ગયા હતા, ત્યાં તેમને અંકિત પટેલ અને વિશાલ પટેલ મળ્યા હતા. બંનેએ 18 મહિનામાં કેનેડાના PR વિઝા માટે 65 લાખ થશે તેવું કહ્યું હતું અને એડવાન્સ પાંચ લાખ રૂપિયા આપવાની વાતચીત હતી. વિઝા આવ્યા બાદ 20 લાખ આપવાના અને કેનેડા પહોંચ્યા બાદ એરપોર્ટ પર 40 લાખ આપવાના તે પ્રકારની મૌખિક વાતચીત કરી હતી.

જેથી ફરિયાદી પ્રજ્ઞેશભાઈએ ઓરિજિનલ પાસપોર્ટ, જન્મનું પ્રમાણપત્ર મેરેજ સર્ટિફિકેટ, સ્કૂલ લિંગ સર્ટિફિકેટ,અભ્યાસની વિગતો સહિતની તમામ ગાંધીનગર ખાતે ઓફિસ પર આપી હતી.પ્રજ્ઞેશભાઈને કહેવામાં આવ્યું કે આગળનું કામ ઉમંગ પટેલ કરે છે જેથી તેમને ઉમંગ પટેલને ઓફિસે મળવા જવાનું કહ્યું. પ્રજ્ઞેશભાઈ ઉમંગ પટેલને અવારનવાર મળતા હતા ત્યારે ઉમંગ કહેતો હતો કે, ફાઇલનું કામકાજ ચાલુ છે.

તેમની ફાઈલનું ઘણો સમય થવા આવ્યો છતાં વિઝાના કંઈ કામ ના થતાં પ્રજ્ઞેશભાઈએ અંકિતભાઈને ફોન કર્યો હતો પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. ત્યારબાદ ઉમંગ પટેલ અને સ્મિત પટેલને મળ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, જો તમારે આગળનું કામ કરવું હોય તો બીજા 20 લાખ આપવા પડશે. નહીંતર જમા કરાવેલા પૈસા ડોક્યુમેન્ટ પાછા મળશે નહી.

આ ઉપરાંત અંકિતનો પણ તેમના ઉપર ફોન આવ્યો અને કહ્યું હતું કે પૈસા પહોંચાડી દો નહીંતર તમારું કામ થશે નહીં.પ્રજ્ઞેશભાઈને અવારનવાર બહાના બતાવી વધુ પૈસાની માંગણી કરતા હતા જેથી પ્રજ્ઞેશભાઈએ ઉમિયા ઓવરસીઝના માલિક અંકિત પટેલ,વિશાલ પટેલ,ઉમંગ પટેલ અને સ્મિત પટેલ વિરુધ્ધમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...