Thursday, September 24, 2026

અમદાવાદના આ વિસ્તારમાં વિચિત્ર અકસ્માત, સોસાયટીના દરવાજા પાસે બેઠેલી મહિલાને કારે કચડી

spot_img
Share

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું અને એક બાળકને ઈજા પહોંચી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નિકોલ વિસ્તારની અબજીબાપ ગ્રીનસ સોસાયટીના દરવાજા પર જ આ અકસ્માત સર્જાયો હતો.હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદવાદમાં આવેલા નિકોલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં અબજીબાપા ગ્રીન સોસાયટીના ગેટ પાસે અકસ્માત સર્જાયો હતો. એક મહિલા તેના બાળક સાથે ગેટ પાસે બેઠી હતી, તે સમયે આ ઘટના બની હતી. રિવર્સ લેવા જતાં કાર ધડાકાભેર અથડાઇ હતી. કારને રિવર્સ લેતાં કાર પિલ્લર સાથે અથડાઇ હતી. જ્યાં બેસેલી મહિલા કચડાઇ ગઇ હતી. આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું છે. જ્યારે બાળકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો, તે અંગેની તપાસ સંદર્ભે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ વાહન રિવર્સ લેવા જતાં કોઇ વ્યક્તિ કચડાઇ હોય તેવા કિસ્સા સામે આવી ચૂક્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...