Thursday, September 24, 2026

અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે આવેલા કેફેને સીલ કરાયું, AMCના ચેકિંગ દરમ્યાન TPC 71 જેટલું આવ્યું હતું

spot_img
Share

અમદાવાદ : શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાત નીકળવા ઉપરાંત ફૂડ સેફટી એક્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ભેળસેળવાળી અખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના પગલે આજે AMC ફૂડ વિભાગની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા TEA PEA CAFEમાં ખાદ્ય ચીજ વસ્તુઓ તળાવ માટે તેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં TPC 71 જેટલું આવ્યું હતું. જે સામાન્ય કરતાં ખૂબ વધારે હતું. એકની એક ચીજ વસ્તુઓને વારંવાર તેલમાં તળવામાં આવતું હોવાનું સામે આવતા કેફેને સીલ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) તેમના વપરાશ અને સંગ્રહ દરમિયાન તેલના અધોગતિ અને એકંદર ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય સૂચક તરીકે સેવા આપે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ વપરાયેલ રસોઈ તેલ માટે 25% ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ (TPC) ની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. આનો અર્થ એ છે કે 25% થી વધુ TPC સાથેનું રાંધણ તેલ માનવ વપરાશ માટે સલામત નથી અને તાજા તેલ સાથે ટોચ પર ન હોવું જોઈએ. FSSAI એ રેસ્ટોરાં અને ખાણીપીણીને એક જ બેચના રસોઈ તેલનો ત્રણથી વધુ વખત ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ભાદરવી પૂનમ મહામેળાના બીજા દિવસે અંબાજીમાં ભક્તોનો અવિરત પ્રવાહ, 4.25 લાખથી વધુ માઈભક્તો દર્શનાર્થે

અંબાજી : અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે બીજો દિવસ છે. મહામેળાના બીજા દિવસે પણ અંબાજીમાં મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ...

ભાદરવી પૂનમ મહામેળાના પ્રથમ દિવસે ‘જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું અંબાજી, 4.5 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

અંબાજી : આસ્થા,ભક્તિ અને શક્તિના પવિત્ર ત્રિવેણી સંગમ સમા જગતજનની મા અંબાના પાવન ધામ અંબાજી ખાતે આજથી પરંપરાગત અને વિશ્વપ્રસિદ્ધ ભાદરવી પૂનમ મહામેળો-2026નો ભવ્ય...

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...