Tuesday, January 13, 2026

શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, સાર્વજનિક ગણેશોત્સવમાં માટીની મૂર્તિ 9 ફૂટ, POPની મૂર્તિ 5 ફૂટથી મોટી રાખી શકાશે નહીં

spot_img
Share

અમદાવાદ : ગણેશોત્સવને હવે માંડ સવા મહિનો બાકી રહ્યો છે ત્યારે તે અંગે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં માટીની મૂર્તિની ઊંચાઈ પણ 9 ફૂટ જ્યારે POPની મૂર્તિની ઊંચાઈ 5 ફૂટથી વધારે નહીં રાખવા જણાવવામાં આવ્યું છે.જોકે રાજકોટ અગ્નિકાંડ બાદ ગણેશોત્સવમાં ભીડ એકત્રિત કરવાને લઈને તેમજ ફાયર સેફ્ટી અંગે નવા કોઈ નિયમ બનાવવામાં આવ્યા નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગણેશ મહોત્સવને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ગણેશજીની માટીની મૂર્તિ 9 ફૂટથી ઊંચી નહિ બનાવી શકાય જ્યારે POPથી બનેલી ગણેશજીની મૂર્તિની ઊંચાઈ પાંચ ફૂટની જ હોવી જોઈએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બનાવેલા કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનુ વિસર્જન કરવા જણાવાયું છે.

7 સપ્ટેમ્બર 2024થી ગણેશોત્સવ શરૂ થશે અને 17 સપ્ટેમ્બરે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદમાં ગયા વર્ષ 500થી 600 જગ્યાએ સાર્વત્રિક રીતે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ વર્ષે પણ તેમાં મોટી વધઘટ નહીં હોવાનું આયોજકોનું કહેવું છે. જ્યારે બીજી બાજુ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સાર્વજનિક રીતે ગણેશોત્સવનું આયોજન કરતા આયોજકોએ પોલીસ સ્ટેશનમાં નોંધણી ફરજિયાત કરાવવી પડશે.

આયોજકો કેટલા દિવસ માટે સ્થાપન કરી રહ્યા છે, ક્યાં કરી રહ્યા છે, કેટલા લોકો દર્શન કરવા આવે તેવો અંદાજ છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શું વ્યવસ્થા કરી તેમજ વિસર્જનનો રૂટ અને કયા કુંડમાં વિસર્જન કરવાના છે તે તમામ માહિતી નોંધણી સમયે જ દર્શાવવી પડશે. ત્યાર બાદ તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં.

આ નિયમો દરેક આયોજકોએ પાળવા જ પડશે

-ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિત 9 ફૂટ કરતાં વધારે ઊંચાઈની બનાવી શકાશે નહીં, વેચી શકાશે નહીં અને સ્થાપના પણ કરી શકાશે નહીં.
-POPની મૂર્તિ બેઠક સહિત 5 ફૂટ કરતાં વધારે રાખી શકાશે નહીં તેમ જ POPની મૂર્તિનું નદી, તળાવમાં વિસર્જન કરી શકાશે નહીં.
-મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિ બનાવે છે તેમ જ જ્યાં વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથો નજીકમાં કોઈ પણ પ્રકારની ગંદકી કરવી નહીં તેમ જ મૂર્તિ રોડ પર મૂકવી નહીં અને ખંડિત મૂર્તિ બિનવારસી છોડવી નહીં.
-પાણીમાં સરળતાથી ઓગળે નહીં તેવા ઝેરી કેમિકલ કે કલરનો ઉપયોગ મૂર્તિ બનાવવા માટે કરવો નહીં.
-કોઈ પણ ધર્મના લોકોની લાગણી દુભાય તેવા ચિહ્ન, નિશાનવાળી મૂર્તિ બનાવવી નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...