Sunday, September 6, 2026

અમદાવાદ યુનિવર્સિટીમાં B.A, B.Comની અધધ…ફી 4.60 લાખ, ફીના વધારાના મામલે NSUI નો હોબાળો

spot_img
Share

અમદાવાદ : રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં બીકોમ, બીએ જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી 5થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ રાખવામાં આવી છે. જેને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. NSUIએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટિમેટમ આપ્યું છે. સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માગ કરી છે અને ફીમાં ઘટાડો કરવા અમદાવાદ યુનિવર્સિટીના સંચાલકોને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના નવરંગપુરામાં અમદાવાદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસે એક વર્ષની 4.60 લાખ ફી વસૂલવામાં આવી રહી છે. સરકારી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી છે. જેથી સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજ ફી બાબતે અંકુશમાં રહે છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવામાં આવી નથી. જેથી ખાનગી યુનિવર્સિટી મનમાની મુજબ ફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટી પર સરકારનો પણ અંકુશ નથી, જેના કારણે ખાનગી યુનિવર્સિટીઓ બેફામ બની છે.

શહેરની ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે ફી ઉઘરાવી રહી હોવાનો આક્ષેપ NSUI એ કર્યો છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પાસેથી વધુને વધુ ફી ઉઘરાવવા જાણે પરવાનો મળી ગયો હોય તેમ ખાનગી યુનિવર્સિટીઓ વર્તી રહી છે. રાજ્યની સરકારી યુનિવર્સિટીમાં B.Com, B.A જેવા સામાન્ય કોર્ષની વાર્ષિક ફી માત્ર 5 થી 6 હજાર રૂપિયા છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ પ્રકારના કોર્ષની વાર્ષિક ફી 4.60 લાખ વસૂલવામાં આવી રહી છે. જેને લઇને વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

NSUIએ યુનિવર્સીટીને 24 કલાકમાં ફી ઘટાડવા અલ્ટીમેટમ આપ્યું છે. સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં FRC લાગુ કરવા માંગ કરી છે. NSUIનો આક્ષેપ છે કે, રાજ્યની સરકારી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં FRC લાગુ છે. જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ FRC લાગુ પડતું નથી. જેના કારણે ખાનગી યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

જન્માષ્ટમી પર્વે સોમનાથ મહાદેવને અલૌકિક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરાયો ; 2 કરોડના સુવર્ણ મુગટથી મહાદેવને કરાયા અલંકૃત

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગીર સોમનાથ સ્થિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે અત્યંત અલૌકિક અને મનમોહક ‘કૃષ્ણ દર્શન શૃંગાર’ કરવામાં...

માઉન્ટ આબુમાં નિઃશુલ્ક પર્વતારોહણ તાલીમની તક, રહેવા-જમવા સાથે મુસાફરી ભાડું પણ મળશે; જાણો અરજીની સંપૂર્ણ વિગતો

ગાંધીનગર : સાહસ, રોમાંચ અને પર્વતારોહણમાં રસ ધરાવતા ગુજરાતના બાળકો અને યુવાનો માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વની તક આપવામાં આવી છે. યુવક સેવા અને...

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...