Friday, May 1, 2026

ઘાટલોડીયામાં જ્વેલર્સની દુકાનમાં કારીગરે નોકરીના પ્રથમ પહેલા જ દિવસે 2.68 લાખની સોનાની માળાની કરી ચોરી, જુઓ CCTV

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઘાટલોડીયા પોલીસ સ્ટેશનની હદમાં નારણપુરા વિસ્તારમાં આવેલ શાસ્ત્રીનગર પાસે આવેલી આશાપુરી જ્વેલર્સમાં તેના જ એક કર્મચારીએ સોનાની માળાની ચોરી કરી હોવાની ફરિયાદ ઘાટલોડીયા સ્ટેશન ખાતે નોંધાઈ હતી.ઘાટલોડીયા પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ઘાટલોડીયા પોલીસે ધરપકડ કરેલ મયુર ઉર્ફે રાજા ખટીક 2 ઓગસ્ટે જ્વેલર્સની દુકાનમાં નોકરીએ આવ્યો અને 4 કલાક બાદ બપોરે બે વાગે સંચાલક તથા સ્ટાફના અન્ય લોકોની નજર ચુકવી રૂપિયા 2.68 લાખ ની કિંમત ની 37 ગ્રામની સોનાની માળા ચોરી કરી તેના મિત્રને આપી દીધી.આરોપી મયુરે તેના સાથીદાર હર્ષ ઉર્ફે બબલુને ચોરો કરેલી માળા આપી દીધી પરંતુ આ બાબત થી જવેલર્સમાં.સૌ કોઈ અજાણ રહ્યા.સાંજે જ્યારે સ્ટોક ની ગણતરી કરી તો એક માળાનો હિસાબ મળતો નહોતો CCTV ની ચકાસણી કરી તો ખબર પડી કે આ માળા તો તેમનો જ એક દિવસનો કર્મચારી સેરવી ગયો અને પછી ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ઘાટલોડીયા પોલીસે CCTV ફૂટેજ સહિતના પુરાવાઓને આધારે ગુનો નોંધી બે આરોપી મયુર ઉર્ફે રાજા ખટીક અને તેના મિત્ર હર્ષ ઉર્ફે બબલુની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મયુરે ચોરી કરેલી માળા તેના મિત્રએ માણેક ચોક ખાતે એક સોની વેપારીને વેચી આવ્યો છે. મોજશોખ પુરા કરવા માટે આ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ઘાટલોડિયા પોલીસ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરી રહી છે, સાથે જ તેઓના ભૂતકાળને ચકાસી રહી છે કે તેઓ એ અન્ય કોઈ ચોરી કે ગુનાઓને અંજામ આપ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...